الأحد، 21 مايو 2023

પાલનપુરના ગણેશપુરા-આંબાવાડી વિસ્તારમાં પાણી ન મળતા લોકોએ માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો | In Ganeshpura-Ambawadi area of Palanpur, people who did not get water broke the floor and protested. | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)24 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ઉનાળાની સિઝનમાં બનાસકાંઠા જિલ્લાના અનેક એવા ગ્રામ્ય વિસ્તારો છે કે જે વિસ્તારમાં પીવાના પાણી માટે લોકો વલખા મારવા મજબૂર બન્યા છે. પરંતુ હવે જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરી વિસ્તારમાં પણ પાણીનો પોકાર ઊભો થયો છે. પાલનપુરના ગણેશપુરા આંબાવાડી વિસ્તારમાં પાણી ન મળતા લોકો રસ્તા પર ઉતર્યા હતા અને માટલા ફોડીને વિરોધ કરી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લો એ હંમેશા પાણીની અછત ભોગવતો જિલ્લો છે. જિલ્લાના અનેક એવા ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં પાણી ન પહોંચતા ઉનાળામાં આ વિસ્તારના લોકો પાણી માટે પોકાર કરતા હોય છે જોકે ગ્રામ્ય વિસ્તારો તો ખરા પરંતુ હવે શહેરી વિસ્તારમાં પણ પાણી ન મળતા લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે પાલનપુરના ગણેશપુરા આંબાવાડી વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી પીવાનું પાણી રેગ્યુલર ન મળતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે સ્થાનિકોએ અવારનવાર પાલિકા તંત્રને રજૂઆત કરી તેમ છતાં કોઈ ઉકેલ ન આવતા છેવટે રોષે ભરાયેલા લોકો આજે રસ્તા પર ઉતર્યા છે અને ઘરમાં રહેલા ખાલી માટલા રસ્તા પર ફોડી વિરુદ્ધ પ્રદર્શિત કર્યો છે. વહેલી તકે પાલિકા આ વિસ્તારમાં પીવાનું પાણી પહોંચાડે તેવી માંગ કરી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.