થરાદના આંતરોલ ગામે સાટા પ્રથા મામલે બબાલ થતા સાસરીયાઓએ જ પરિણીતાની હત્યા કરી, લાશને તળાવમાં ફેંકી દઈ આત્મહત્યામાં ખપાવવાની કોશિશ કરી | In Interol village of Tharad, the in-laws who were quarreling over sata practice killed the wife, threw the body in the lake and tried to commit suicide. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • In Interol Village Of Tharad, The In laws Who Were Quarreling Over Sata Practice Killed The Wife, Threw The Body In The Lake And Tried To Commit Suicide.

બનાસકાંઠા (પાલનપુર)34 મિનિટ પહેલા

  • કૉપી લિંક

થરાદના આંતરોલ ગામે સાટા પ્રથામાં 30 વર્ષીય પરિણીતાની હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી હતી. જે ગુનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. મૃતક સોરમબેન નાઈ નામની મહિલાના લગ્ન સાટા પ્રથામાં થયેલા હોવાના કારણે ઘરમાં વારંવાર થતી બોલાચાલીને લઈને મહિલાના સાસરીયાઓએ જ તેની હત્યા કરી તેની લાશને તળાવમાં ફેંકી દઈ આત્મહત્યામાં ખપાવવાની કોશિશ કરી હતી. જોકે, થરાદ પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી સાસુ, સસરા અને દિયરને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

થોડા દિવસ પહેલા બનાસકાંઠા જિલ્લાના થરાદ આંતરોલ ગામના તળાવમાં મહિલાનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થરાદ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસને ઘટના સ્થળેથી મહિલાનો મોબાઇલ મળ્યો હતો અને તળાવમાંથી મહિલાની લાશ બહાર નીકાળી અને થરાદ રેફરલમાં પીએમ અર્થે મોકલી દેવાઇ હતી. પોલીસે ત્યારબાદ ત્રણ ટીમો બનાવી અને આ મહિલાની હત્યા અંગે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં ઘર કંકાશમાં મહિલાની હત્યા કરી દેવાઈ હોવાનું બહાર આવ્યું હતું.

આંતરોલ ગામના તળાવમાંથી સૌરમબેન નાઈ નામની મહિલાનો મૃતદેહ મળ્યો હતો અને તે આત્મહત્યા નહીં પરંતુ હત્યાની શંકાને લઈને પોલીસે ઘટનાની ગંભીરતાને લઈને ત્રણ ટીમોની રચના કરી હતી અને થરાદ પોલીસની ત્રણ ટીમો આ હત્યાનો ભેદ ઉકેલવા માટે કામે લાગી હતી. પોલીસે ટેકનીકલ સર્વેલન્સ અને બાતમીદારોને આધારે હત્યાનો ભેદ ઉકેલવાની કવાયત હાથ ધરી હતી. ત્યારે શકમંદ એવા મૃતક મહિલાના સાસુ સસરા અને દિયરની પોલીસે ટેકનીકલ સર્વેલનસ આધારે તપાસ હાથ ધરી હતી અને જેમાં થરાદ પોલીસને સફળતા મળી હતી.

પોલીસ પુછપરછમાં મહિલાના હત્યારા એવા આરોપીઓએ ગુનાની કબુલાત કરી હતી. સાટા પ્રથાની બાબતમાં હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું. મૃતક સૌરમબેનની નણંદની સગાઈ રાજસ્થાનના ગુંદઉં ગામમાં મૃતક પરિણિતાના ભાઈ સાથે કરેલી હતી જોકે તેની નણંદના લગ્ન નહીં કરાવતા એકમાસ પહેલા મૃતક મહિલાના પિતા તેની સાસરી આંતરોલમાં નણંદ માટે ચાંદીના કડલા અને તોડા લઈને આવ્યાં હતા જોકે આ દાગીનાને લઈને આરોપી એવા તેની સાસુએ કડલા અને તોડા નાના લાવવા બાબતે બોલાચાલી શરૂ કરી હતી અને ત્યારબાદ પરિણીતાને તેના પિયારીયા વિશે મહેણાં મારી માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

સાટા પ્રથાનો અણગમો રાખી સાસુ સસરા અને દિયરે સોનમબેન નાઈની હત્યા કરવાનું કાવતરું ઘડી કાઢ્યું હતું. સસરા તગાભાઈ નાઈ, સાસુ વાદળીબેન નાઈ અને દિયર રાજુભાઈ નાઈએ મૃતક સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ કાવતરું રચી રાત્રે 3 વાગે સૌરમબેન તેના પતિથી અલગ ઘરમાં સૂતી હતી ત્યારે સસરા તગાભાઈ અને સાસુ વાદળીબેને મહિલાના પગ તથા હાથ પકડી રાખ્યા હતા અને દિયર રાજુભાઈએ સોરમબેનના માથામાં ઓઢવાની ચુંદડીથી તેનું મોઢું દબાવી અને એક હાથ વડે ગળું દબાવી મોતને ઘાટ ઉતારી હતી. ત્યારબાદ પરિણીતાનો નાનો દીકરો જાગી જતા સાસુ વાદળીબેને નાના દીકરાને ઢાળીયાના બાજુમાં સુવડાવી દીધો હતો અને ત્યારબાદ સોરમબેનની લાશને એક કોથળામાં ભરી ટ્રેક્ટર પર મૂકી અને આંતરોલ ગામના તળાવમાં લઈ જઈને તળાવમાં નાખી દીધી હતી અને ગુનો છુપાવવા માટે બીજી રાત્રે સવારે સાડા પાંચ વાગે સસરા તગાભાઈએ તળાવની નજીક મૃતક સૌરમબેનનો મોબાઇલ મૂકી દીધો હતો. જોકે, સૌરમબેન ગુમ થવાની પોલીસને જાણ કરાઈ હતી અને મોબાઈલ લોકેશનને આધારે મૃતકનો મોબાઈલ તળાવના કીનારે મળ્યો હતો ત્યારબાદ લાશ તળાવમાંથી મળી હતી. પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા ત્રણ ટીમોની રચના કરી હતી

થરાદ પોલીસ દ્વારા ટેકનિકલ સર્વિલન્સ અને બાદમીદારોને આધારે પૂછપરછ કરતા શંકા સાસુ સસરા અને દિયર પર ગઈ હતી. ત્યારબાદ પોલીસે આ ત્રણેયની અટકાયત કરી હતી અને પોલીસની પૂછપરછમાં આખા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. સાટા પ્રથામાં એક મહિલાનો ભોગ લેવાયો હતો. જેમાં પોલીસે સાસુ વાદળીબેન સસરા તગાજી અને દિયર રાજુ નાઇની ધરપકડ કરી અને જેલ હવાલે કર્યા હતા.

أحدث أقدم