No results found

    આંકલાવના ખડોલ (હ)માં દીકરીના લગ્નમાં ન આવતાં નાના ભાઈને લાકડી મારી, પોલીસે મોટા ભાઇ સામે ગુનો નોંધ્યો | In Khadol (H) of Anklav, younger brother beaten with stick for not attending daughter's wedding, police registers case against elder brother | Times Of Ahmedabad

    • Gujarati News
    • Local
    • Gujarat
    • Anand
    • In Khadol (H) Of Anklav, Younger Brother Beaten With Stick For Not Attending Daughter’s Wedding, Police Registers Case Against Elder Brother

    આણંદ8 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    આંકલાવના ખડોલ (હળધરી) ગામમાં એક વર્ષ પહેલા યોજાયેલા દીકરીના લગ્નમાં ન આવવા બાબતે બે ભાઇ વચ્ચે મારામારી થઇ હતી. આ અંગે આંકલાવ પોલીસે મોટા ભાઈ સામે ગુનો નોંધ્યો હતો. ખડોલ (હ)ના બોરીયા વિસ્તારના માધવપુરામાં રહેતાં કિરીટ પઢીયાર 3જી મેના રોજ સાંજના સાતેક વાગ્યાના સુમારે મિત્ર જશુભાઈ સોલંકી (રહે.સુદણ)ના બાઇક પર ઘરે આવ્યાં હતાં. તેઓ ઘરે ચા – નાસ્તો કરતા હતા તે વખતે મારા નાના ભાઈ બિપીન મનુભાઈ પઢીયાર ઘરે આવ્યાં હતાં અને કહેવા લાગ્યાં હતાં કે, ‘તુ મારી દિકરીના લગ્નમાં કેમ આવેલો નહીં? કેમ મારી દીકરીના સસરાને લગ્ન એક વર્ષ પછી રાખવા કહેતો હતો? આથી, કિરીટભાઈ પઢીયારે જણાવ્યું કે, તે લગ્ન ઘરે રાખ્યાં હોત તો હું લગ્નમાં આવત. પરંતુ તેં તારી સાસરીમાં જહાંગીરપુરા ગામે રાખી હતી. જેથી હું આવ્યો નહતો. તેમ કહેતા તે એકદમ ગુસ્સે થઇ ગયા હતા. અપશબ્દ બોલી નજીકમાં પડેલી લાકડી લઇ મારવા દોડ્યાં હતાં.જેમાં બિપીનભાઈને લાકડી વાગતા ઇજા પહોંચી હતી. આથી, તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે આંકલાવ પોલીસે બીપીન મનુ પઢીયાર (રહે.વડોદરા) સામે ગુનો નોંધ્યો હતો.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال