No results found

    ફતેપુરાના નાની નાદુકણ ગામે સગીરાએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર | In Nani Nadukan village of Fatepura, children are seen cutting their lives short by hanging themselves. | Times Of Ahmedabad

    દાહોદએક કલાક પહેલા

    • કૉપી લિંક

    દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના નાની નાદુકોણ ગામે એક સગીરાએ અગમ્યકારણોસર લીમડાના ઝાડ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    સગીરા કમ્પ્યુટર કલાસમા કેમ ન ગઈ?
    મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં મોલારા ગામે મછાર ફળિયામાં રહેતી 16 વર્ષીય સગીરા ઘરેથી નીકળી ફતેપુરા ખાતે કોમ્પ્યુટર ક્લાસમાં આવી હતી. તેણે તેની બહેનને કહયુ કે મને માથુ દુઃખે છે, હું નથી આવતી, તેમ કહી કોમ્પ્યુટર ક્લાસમાં સગીરા ગઈ ન હતી. ત્યારે સગીરા ક્યાંય જાેવા ન મળતાં આ મામલે પરિવારજનોને જાણ કરતાં પરિવારજનો ફતેપુરા ખાતે આવી પહોંચ્યાં હતાં.

    શોધખોળ કરતાં પરિવારજનોને આધાતજનક દ્રશ્ય જોવા મળ્યુ
    સગીરાની શોધખોળ આદરતાં ફતેપુરા ગામે નાની નાદુકોણ ગામે રમણભાઈ નાનાભાઈ પટેલના ખેતરના શેઢા પર આવેલ લીમડીના ઝાડ પર ગળે દોરડુ પોતાના ગળે બાંધી ગળે બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં પરિવાજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતક ચંદ્રિકાબેનના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યો હતો.

    આ સંબંધે સંતરામપુર તાલુકામાં મોલારા ગામે મછાર ફળિયામાં રહેતાં રમણભાઈ દિતાભાઈ મછારે ફતેપુરા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે આ સંબંધે ફતેપુરા પોલીસે જાણવા જાેગ નોંધી અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال