Header Ads

રાજકોટમાં શખસે પર્સનલ લોન અપાવવાના નામે મહિલા પાસેથી ઉછીના નાણા લીધા, પરિચય કેળવી ગેસ્ટ હાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું | In Rajkot, a man borrowed money from a woman in the name of getting a personal loan, introduced her to a guest house and committed rape. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, A Man Borrowed Money From A Woman In The Name Of Getting A Personal Loan, Introduced Her To A Guest House And Committed Rape.

રાજકોટ20 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

રાજકોટમાં રહેતી અને મહિલાઓને ગ્રૂપ લોન આપવાનું કામ કરતી મુસ્લિમ પરિણીતાને જંગલેશ્વરના હુસેની ચોકમાં રહેતા તોફીક રફિકભાઈ શીશાગિયાએ કોલ કરી પર્સનલ લોન કરી આપવાની વાત કર્યા બાદ ઉછીના નાણા લઈ મહિલા સાથે પરિચય કેળવી બસ સ્ટેશન પાછળ આવેલી મોર્ડન ગેસ્ટ હાઉસમાં લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મહિલાઓને ગ્રુપમાં લોન આપવાનું કામ કરૂં છું. મારે બે સંતાન છે અને પતિ મજૂરી કામ કરે છે. આજથી આશરે દોઢેક વર્ષ પહેલા મને એક ભાઇનો ફોન આવેલો અને તેને મને તેનુ નામ તૌફીક રફીકભાઇ મેમણ જણાવેલ અને અમે અગાવ આશરે બારેક વર્ષ પહેલા જંગલેશ્વરમાં રહેતા હતા. ત્યાં આ તોફીક અમારા પાડોશમાં રહેતો હતો. જેથી હુ તેને ઓળખતી હતી અને આ તોફીકે મને કહ્યું કે મારે મારા નામ ઉપર પર્સનલ લોન લેવી છે જેથી મે કહેલ કે હુ મહીલાઓની લોન કરાવુ છુ. તમારી લોન થશે નહી તેમ છતાં તે મને લોન બાબતે ફોન કરતો હતો..

એક દિવસ આ તૌફીકનો ફોન આવેલ અને મને કહેલ કે મને લોન ન આપો તો કાંઈ નહીં હું બીમાર છુ મારે દવા લેવી છે. તો તમે મને પૈસા આપો આમ વાતચીત કરતા મને તેના પર દયા આવી જતાં મે તેમને ઘરે આવીને પૈસા લઇ જવાનુ કહ્યું હતું. જેથી તે મારા ઘરે આવતા તેમને રૂ.2 હજાર દવા લેવા માટે ઉછીના આપ્યા હતા. આમ અમારે એકબીજા સાથે વધુ પરીચય થયો હતો અને ત્યારથી અમે બન્ને એક બીજા ફોનમાં વાતચીત કરવા લાગતા એકબીજાને લાગણીના સબંધ થઇ ગયા હતા અને જયારે પણ અમારે વાતચીત થતી ત્યારે તેને પૈસાની જરૂરીયાત છે ઉછીના પૈસા માંગતો હતો જેથી હું તેને હું ઉછીના પૈસા આપતી હતી.

ત્યારબાદ આજથી સવા વર્ષ પહેલા આ તૌફીકે મને એસ.ટી. બસ સ્ટેન્ડ પાછળ મળવા બોલાવતા મેં ના પાડી હતી. ત્યારે આ તૌફીકે મને પરાણે એસ.ટી. બસ સ્ટેન્ડ પાછળ મળવા આવવાનુ કહેતા હુ મારૂ એકટીવા લઇ ત્યાં ગઇ હતી. ત્યારે ફાયર બ્રીગેડ પાસે આ તૌફીક ઉભેલ હતો. તેને મને તેની સાથે હોટલમાં જવાનું કહેલ પરંતુ મે તેને હોટલમાં જવાની ના પાડેલ તો તૌફીકએ મને કહેલ કે જો તુ મારી સાથે હોટલમાં નહી આવ તો હુ તે કરેલ ફોનના મેસેજ હુ તારા ઘરવાળાઓને બતાવી દઇશ જેથી હુ ડરી જતાં આ તોફીક મને મોર્ડન ગેસ્ટ હાઉસમાં લઇ ગયો હતો અને ત્યા ભાડે રૂમ રાખી આ તોફીકે મારી મરજી વિરુદ્ધ મારી સાથે શરીર સબંધ બાંધ્યો હતો.

ત્યારબાદ હુ મારા ઘરે જતી રહી હતી. ત્યારબાદ વીસ પચીસ દિવસ બાદ ફરી વખત આ તૌફીક મેમણએ મને ફોન કરેલ અને કહેલ કે તુ એસ.ટી. બસ સ્ટેન્ડ પાછળ આવ હું અહી ઉભો છુ.જેથી ફરી વખત હું તેને મળવા માટે ગઈ હતી.ત્યારે આ તૌફિકે મને કહેલ કે હાલ મારી સાથે હોટલમાં પરંતુ મારા ના કહેવા છતા તેને ફરી વખત ધમકી આપી જેથી હુ ડરી જતા તેની સાથે બીજી વખત આ મોર્ડન હોટલમાં જતા તેમણે મરજી વિરુદ્ધ મારી સાથે શરીર સબંધ બાંધેલ હતો.ત્યારબાદ આ તૌફીકે ફરી મને ધમકીઓ આપી મને તેની સાથે સબંધ રાખવા માટે દબાણ કરતો હોય અ તેને ના પાડુ તો તે મારી પાસે રૂપીયાની માંગણી કરતો હોય અને હુ રૂપીયા દેવાની ના પાડુ તો તોફીક મારી સાથે ઝઘડો કરતો અને મને પરાણે તેની સાથે સબંધ રાખવા માટે કહેતો.

પરંતુ સમાજ અને પરીવારના ડરથી આ વાતની જાણ મે કોઇને કરી ન હતી. તોફીકને મે ઘણી વખત સમજાવેલ કે મારી સાથે આવુ ના કર પરંતુ તે મારી એક વાત માનતો નહતો. ત્યારબાદ આજથી પંદર દિવસ પહેલા આ તૌફીક મારા ઘર પાસે આવ્યો અને મારી સાથે ઝઘડો કરતો હતો. જેથી હું આ તોફીકથી કંટાળી પરિવારને જાણ કરતા તેઓએ હિંમત આપતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે આરોપી તૌફિકને પકડી કાર્યવાહી હાથ ધરી છે.

Powered by Blogger.