સુરત5 મિનિટ પહેલા
- કૉપી લિંક
સ્મીમેર હોસ્પિટલની ફાઈલ તસવીર.
સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં આજે પ્રેમિકાને ફિટનેશ સર્ટિફિકેટ માટે લઈને પહોંચેલા પતિને પત્નીએ રંગેહાથ ઝડપી પાડતાં મામલો બિચક્યો હતો. રણચંડી બનેલી પતિએ પતિની નજર સામે જ પ્રેમિકાને માર મારતા વાતાવરણ એક તબક્કે તંગ બન્યું હતું. પત્ની દ્વારા પ્રેમિકાને જમીન પર પછાડીને હુમલો કરતાં તબીબોથી માંડીને સિક્યુરિટી સ્ટાફ પણ દોડતું થઈ ગયું હતું. ભારે બબાલ વચ્ચે ડોક્ટરો, સ્ટાફ અને સિક્.યોરિટી દ્વારા મધ્યસ્થી કરવામાં આવતાં અંતે મામલો થાળે પડ્યો હતો. જો કે, આ સમગ્ર ઘટનાને પગલે સ્મીમેર હોસ્પિટલમાં સર્જાયેલા હાઈવોલ્ટેજ ડ્રામાને પગલે ચર્ચામાં આવી ગઈ હતી.
પ્રેમિકા સાથે ફિટનેસ સર્ટિફિકેટ માટે આવ્યો હતો
મળતી માહિતી અનુસાર સંદિપ (નામ બદલ્યું છે) આજે સવારે પ્રેમિકા સંજના (નામ બદલ્યું છે) સાથે સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યો હતો. સંજનાને ફિટનેશ સર્ટિફિકેટ માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈને આવેલા સંદિપ અંગે તેની પત્નીને જાણ થતાં તે પણ સ્મીમેર હોસ્પિટલ પહોંચી હતી. સ્મીમેર હોસ્પિટલમાં સંદિપ પ્રેમિકા સાથે ફિટનેસ સર્ટિફિકેટ માટે મેડિસિન વિભાગની ઓપીડી પાસે પહોંચતાં જ ત્યાં તેની પત્ની આવી પહોંચી હતી. પત્નીને જોતાં જ સંદિપના હોંશ ઉડી ગયા હતા અને પ્રેમિકા સાથે રંગેહાથ ઝડપાઈ જતાં તે અવાક્ થઈ ગયો હતો.
પત્નીનો પારો સાતમા આસમાને પહોંચતા ધોલાઈ કરી
બીજી તરફ છેલ્લા ઘણા સમયથી સંદિપ અને સંજના વચ્ચે ચાલી રહેલા પ્રેમ પ્રકરણની ગંધ આવી જતાં તેઓને રંગે હાથ ઝડપી પાડનાર પત્નીનો પારો સાતમા આસમાને પહોંચ્યો હતો. દર્દીઓ અને સગાસંબંધીઓની હાજરીમાં જ પત્નીએ સંજનાને એલફેલ બોલવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન પ્રેમિકા સંજનાને જમીન પર પછાડીને તેના હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. અચાનક બે મહિલાઓ વચ્ચે સર્જાયેલા આ ધિંગાણાને પગલે સ્મીમેરના સ્ટાફ પણ સ્તબ્ધ થઈ ગયો હતો. એક તબક્કે મામલો તંગ બની જતાં અંતે આરએમઓ સહિત સિક્યુરિટીનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બન્ને મહિલાઓ વચ્ચે ચાલી રહેલી બબાલમાં અંતે મધ્યસ્થી કરતાં મામલો થાળે પડ્યો હતો.
એક જગ્યાએ નોકરી કરતાં હતા પતિ-પ્રેમિકા
નોકરી કરતાં પતિ અને પ્રેમિકા વચ્ચે ઈલુ ઈલુને પગલે પત્ની દ્વારા અવાર-નવાર ચેતવણીઓ આપવામાં આવી હતી. પ્રેમિકાને મળવા માટેનો સમય કાઢી લેતાં પતિને આજે પતીએ રંગેહાથ ઝડપી લેતાં મામલો બિચકયો હતો.
પ્રેમિકાને મુકી પતિ તાસી છૂટ્યો
પતિ અને પ્રેમિકાને સ્મીમેર હોસ્પિટલમાં રંગે હાથ ઝડપી પાડવાની ઘટનામાં પતિએ પોતાની ચામડી બચાવવા માટે પ્રેમિકાને નોધારી મુકીને નાસી છૂટ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. પત્નીના રોષનો ભોગ બનવાની પ્રબળ શક્યતા અને જાહેરમાં પોતાની આબરૂનું ધોવાણ થાય તેના ડરે પતિએ પત્નીને જોતાં જ સ્મીમેર હોસ્પિટલમાંથી બારોબાર રવાના થઈ ગયો હતો. બીજી તરફ પત્નીના હાથે ચઢેલી પ્રેમિકાને જાહેરમાં જ મેથીપાક મળતાં ભારે હોબાળો થવા પામ્યો હતો.
આ મામલો તેમનો અંદોર-અંદરનો હતો
આ અંગે સ્મીમેરના સુપ્રિટેન્ડન્ટ ડો. જીતેન્દ્ર દરાને જણાવ્યું હતું કે, આ આખો મામલો તેમનો અંદોર અંદરનો હતો. એક બીજા પર બ્લેમ કરતા હતા. ઘટના અંગે જાણ થતા સિક્યોરિટીએ દોડી જઈને છુટા પાડીને મામલો થાળે પાડ્યો હતો. આ મામલે સ્મીમેરને કોઈ લેવાદેવા નથી.