સુરતમાં મહિલાને જેલમાં છાતીમાં દુખાવો તો ડીસામાં બોર ઓપરેટર ફરજ પર ઢળી પડ્યા, ભુજના ડિઝાસ્ટર મામલતદારનું હાર્ટ એટેકથી મોત | In Surat, a woman suffered chest pain in jail, while in Disa, a bore operator fell off duty, Bhuj's disaster mamlatdar died of a heart attack | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, A Woman Suffered Chest Pain In Jail, While In Disa, A Bore Operator Fell Off Duty, Bhuj’s Disaster Mamlatdar Died Of A Heart Attack

એક કલાક પહેલા

  • કૉપી લિંક

ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે… આ કહેવત જાણે સાચી પડી રહી હોય તેમ રાજ્યમાં લોકોના અણધાર્યા મોત થઈ રહ્યા છે. ત્યારે સુરતમાં 24 કલાકમાં સુરતમાં એક મહિલા, ડીસામાં બોર ઓપરેટર અને ભુજના ડિઝાસ્ટર મામલતદારના મોતની ઘટના સામે આવી છે. સુરતમાં પાંચ વર્ષીય પુત્રીની હત્યા કરનારી માતા લાજપોર જેલમાં અચાનક છાતીમાં દુખાવો ઊપડ્યા બાદ મોતને ભેટી હતી. જ્યારે ડીસા નગરપાલિકામાં બોર ઓપરેટર ફરજ પર ઢળી પડ્યા બાદ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઉપરાંત ભુજમાં ડિઝાસ્ટર મામલતદાર તરીકે ફરજ બજાવતા એક વ્યક્તિનું પાલનપુર ખાતે હાર્ટ એટેક આવતા અવસાન થયું હતું.

કિસ્સો 1
અચાનક છાતીમાં દુખાવો ઊપડયો હતો

સુરતના વેડ દરવાજા ફટાકડાવાડીમાં આવેલી રાજીવનગર વસાહતમાં રહેતી બિલ્કિસ બાનુ અબ્દુલ ગની કમાણી (ઉં.વ. 33) પોતાની પાંચ વર્ષીય પુત્રીની હત્યાના ગુનામાં ગત તા.29 એપ્રિલ, 2023થી લાજપોર જેલમાં કેદ હતી. આ દરમિયાન કાચા કામના કેદી તરીકે કારાવાસ ભોગવતી બિલ્કિસ બાનુને અચાનક છાતીમાં દુખાવો ઊપડયો હતો.

સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં મૃત જાહેર કરી
બિલ્કિસ બાનુની તબિયત બગડી હોવાની જાણ થતાં જેલના અધિકારીઓએ તાત્કાલિક દોડી જઈ તેને જેલના દવાખાનામાં સારવાર કરાવી સિવિલમાં ખસેડી હતી, પરંતુ સિવિલમાં સારવાર મળે એ પહેલાં તેનું મોત થઈ ચૂક્યું હતું.

બોર ઓપરેટર તરીકે ફરજ બજાવતા કીર્તિભાઈ સોલંકીનું મોત

બોર ઓપરેટર તરીકે ફરજ બજાવતા કીર્તિભાઈ સોલંકીનું મોત

કિસ્સો 2
ડીસામાં બોર ઓપરેટરનું ફરજ પર મોત

ડીસાના નવાવાસ વિસ્તારમાં રહેતા કીર્તિભાઈ શંકરલાલ સોલંકી છેલ્લા 27 વર્ષથી નગરપાલિકામાં બોર ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા. આજે તેઓ રાબેતા મુજબ એસીડબલ્યુ હાઈસ્કૂલમાં આવેલા પાણીના બોર પર ફરજ બજાવી રહ્યા હતા. તે દરમિયાન અચાનક સ્થળ પર ઢળી પડ્યા હતા. જોકે, ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકા પ્રમુખ સહિત નગરસેવકો અને તેમના પરિવારજનો સ્થળે પહોંચ્યા હતા. તેમજ કિર્તીભાઈને ડીસાની ભણસાલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આકસ્મિક મોત થતા પરિવારમાં માતમ છવાયો
મૃતકને હોસ્પિટલ લઇ જવાયા હતા. ત્યાં તબીબોએ તેમનું હાર્ટએટેકના હુમલાથી મોત થયું હોવાનું જણાવ્યું હતું. છેલ્લા 27 વર્ષથી નોકરી કરતાં બોર ઓપરેટરનું આકસ્મિક મોત થતાં નગરપાલિકા સહિત ઠાકોર સમાજમાં ગમગીની છવાઈ હતી. બોર ઓપરેટર તરીકે ફરજ બજાવતા અને ત્રણ સંતાનોના પિતાનું આકસ્મિક મોત થતા પરિવારમાં માતમ છવાયો હતો.

56 વર્ષીય હૈદરખાન નાગોરીનું હૃદયરોગના હુમલાથી મોત

56 વર્ષીય હૈદરખાન નાગોરીનું હૃદયરોગના હુમલાથી મોત

કિસ્સો 3
ભુજના ડિઝાસ્ટર મામલતદારનું હૃદયરોગના હુમલાથી મોત

મૂળ બનાસકાંઠાના અને હાલ ભુજમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના પદે મામલતદાર તરીકે ફરજ બજાવતા 56 વર્ષીય હૈદરખાન નાગોરીનું પાલનપુર ખાતે હૃદયરોગનો હુમલો આવતા અવસાન થયું હતું. મળતી માહિતી મુજબ ગત વર્ષના ઓક્ટોમ્બર માસથી ભુજ મામલતદાર કચેરી ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ મામલતદાર તરીકે બઢતી સાથે ફરજ નિભાવતા હૈદરખાન નાગોરી શનિ-રવિવારની રજા હોવાથી વતન પાલનપુર ગયા હતા. જ્યાં ગાગોદર પાસે ટ્રાફિકજામના કારણે ભુજ તરફનો ધોરીમાર્ગ બંધ હોવાથી સદ્દગત રેલ માર્ગે આવવા રાત્રિના 2 વાગ્યે ઘરેથી રીક્ષા મારફતે રેલવે સ્ટેશન પહોંચ્યા હતા.

સારવાર કારગત નીવડે તે પહેલા અવસાન
પાલનપુરથી રાત્રે 2.30 વાગ્યાની ટ્રેનમાં બેસે તે પહેલા જ તેમને છાતીમાં ગભરામણ શરૂ થતાં તેઓએ પ્રવાસ ટાળી પરત ઘરે પહોંચ્યા હતા. ઘરે પહોંચતા પરિજનોએ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલા જ તેમનું અવસાન થયું હતું. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. મૂળ પાલનપુર તાલુકાના બઉં ગામના વતની છે. તેમના નિધનના પગલે પરિવાર સાથે ભુજ અને પાલનપુર વહીવટી તંત્રમાં શોકની લાગણી ફેલાઈ હતી.

રિક્ષામાં નોકરી પર જતાં યુવકનું હાર્ટ એટેકથી મોત
ઉલ્લેખનીય છે કે, 15 મેના સુરતના લિંબાયત વિસ્તારમાં મૂળ જલગાંવ જિલ્લાના વતની 36 વર્ષીય નિલેશ પાટીલ પરિવાર સાથે રહેતો હતો. પરિવારનું ગુજરાન ચલાવવા માટે ડ્રાઇવર તરીકેની નોકરી કરતો હતો. તેના પરિવારમાં પત્ની અને બે નાની દીકરીઓ છે. ત્યારે ગઇકાલે સવારે ઘરેથી નોકરી પર જવા માટે રિક્ષામાં નીકળ્યો હતો. તે દરમિયાન નવાગામ પાસે રિક્ષામાં જ એટેક આવી ગયો હતો. તેથી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે નિલેશને મૃત જાહેર કર્યો હતો.

પાંચ મહિના પહેલા જ રોજગારી માટે સુરત આવ્યો
નિલેશ પાટીલ જલગાંવથી પાંચ મહિના પહેલાં રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો. પરિવારનું ગુજરાન ચલાવવા ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. પરિવારનો આધારસ્થંભ ગુમાવતા પત્ની સહિતના પરિવારજનો ભાંગી પડ્યા હતા. હોસ્પિટલમાં નિલેશને મૃત જાહેર કરાતાં પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.

બે જિંદગી ઢળી પડી, હાર્ટ-એટેકની શંકા
11 મેના રોજ સુરતના સચિન વિસ્તારમાં એક જ દિવસમાં હાર્ટ-એટેકની શંકાથી મોતની બે ઘટના સામે આવી હતી. સચિનમાં 46 વર્ષીય મહિલા ટીવી જોતાં જોતાં ઢળી પડી હતી. બાદમાં તેનું મોત નીપજ્યું હતું. જ્યારે સચિનના જ 27 વર્ષીય યુવકનું શ્વાસની તકલીફ બાદ મોત થયું હતું. યુવકના પરિવારજને જણાવ્યું હતું કે અમને સાઇલન્ટ એટેક જેવું જ લાગે છે.

ટીવી જોતાં જોતાં મહિલાને શ્વાસ લેવામાં તકલીફ થઈ
સુરતના સચિનમાં કનકપુર વિસ્તારમાં 46 વર્ષીય નેના રાઠોડ પરિવાર સાથે રહેતાં હતાં. સોસાયટીમાં ઘર નીચે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપ્યાં બાદ નેનાબેન ઘરમાં ટીવી જોઈ રહ્યાં હતાં. દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને ત્યાં જ ઢળી પડ્યાં હતાં. જેથી પરિવારજનો નેનાબેનને લઈ હોસ્પિટલ પહોંચ્યાં હતાં, જ્યાં ફરજ પરના તબીબે નેનાબેનને મૃત જાહેર કર્યા હતાં.

યુવક એક મહિના પહેલાં જ સુરત આવ્યો હતો
બીજી ઘટના પણ સચિન વિસ્તારમાંથી જ સામે આવી છે, જેમાં 27 વર્ષીય વિકાસ જગદીશ લાખલાલ બહેન અને બનેવી સાથે સચિન વિસ્તારમાં રહેતો હતો. એક મહિના પહેલાં જ રોજગારી અર્થે સુરત આવ્યો હતો. ત્યાર બાદ ટેક્સટાઇલના વ્યવસાયમાં કામે લાગ્યો હતો. રાત્રે શ્વાસની તકલીફ અને પેટમાં દુખાવો થયો હતો.

ત્રણ સંતાનોના પિતા છાતીમાં દુખાવા થતાં ખુરશી પરથી ઢળી પડ્યા
12 મેના રોજ સુરતમાં 45 વર્ષીય યુવકનું સવારે છાતીમાં દુખાવો થતાં ઘરમાં ખુરશી પરથી ઢળી પડ્યા બાદ મોત થયું હતું. પરિવારજનો હોસ્પિટલ લઈને પહોંચતા તબીબે મૃત જાહેર કર્યા હતા. નાની વયમાં અચાનક છાતીમાં દુઃખાવો કે બેભાન થયા બાદ મોત થઈ રહ્યા હોવાના વધેલા બનાવો વચ્ચે સુરતમાં વધુ એક યુવકનું મોત થયું હતું. ભેસ્તાન વિસ્તારમાં 45 વર્ષીય ડકુઆ રંકનિધિ કિર્તન ભૈરાબ પરિવાર સાથે રહેતા હતા અને લુમ્સ ખાતામાં કામગીરી કરતા હતા. પરિવારમાં ત્રણ સંતાન છે.

ખુરશી પરથી ઢળી પડ્યા બાદ મોત
ડકુઆ રંકનિધિને કોઈપણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. આજે સવારે પાંચ વાગ્યે ઉઠ્યા બાદ પ્રથમ ટોયલેટ ગયા હતા, ત્યારબાદ ખુરશી પર બેઠા હતા. આ દરમિયાન છાતીમાં દુઃખાવો થતા થોડીક ક્ષણોમાં જ ખુરશી પરથી ઢળી પડ્યા હતા. જેને લઈને પરિવારજનો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.

પિતાનું દીકરાની છઠ્ઠીમાં નાચતાં-નાચતાં, સોડા પીને ઘરે જતાં યુવકનું ચાલતાં-ચાલતાં મોત
એક મહિના અગાઉ સુરતમાં હાર્ટ-એટેકની શંકા સાથે આવા બે બનાવ સામે આવ્યા છે. એક તો દીકરાની છઠ્ઠીના પ્રસંગમાં નાચતાં-નાચતાં ઢળી પડ્યા બાદ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવક સોડા પીધા બાદ ઢળી પડ્યા બાદ મોતને ભેટ્યો હતો.

ખુશીનો પ્રસંગ અચાનક જ માતમમાં ફેરવાઈ ગયો
ગામ ખાતે કિરણ ઠાકુર નામની વ્યક્તિનું નાચતાં-નાચતાં મોત થતાં સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. ડિંડોલી વિસ્તારમાં રહેતા 31 વર્ષીય કિરણ ઠાકુર પુત્રના છઠ્ઠીના પ્રસંગે સાસરીમાં અમરોલી કોસાડ ગામ ખાતે ગયા હતા. પુત્રની છઠ્ઠીના પ્રસંગમાં તેઓ ડાન્સ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ બેભાન થઇ ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ડોકટર્સ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

32 વર્ષીય યુવકનું સોડા પીધા બાદ મોત
સુરતના કાપોદ્રા વિસ્તારમાં વધુ એક યુવકનું રહસ્યમય મોત નીપજ્યું હતું. 32 વર્ષીય યુવકનું સોડા પીતાં- પીતાં મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. યુવક સોડા પીધા બાદ તબિયત લથડી હોવાથી તે નજીકમાં આવેલી એક દુકાનના બાંકડા પર બેસી ગયો હોવાનું સીસીટીવીમાં કેદ થઈ ગયું હતું. ત્યાર બાદ તે ચાલતાં-ચાલતાં જતાં ઢળી પડ્યો હતો.

સુરતમાં પિતાને મળી ચાલતો જતો યુવક રસ્તા વચ્ચે બેભાન થઈ પડી ગયો
24 એપ્રિલના રોજ સુરતના સચિન વિસ્તારમાં આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં 42 વર્ષીય પંકજ દોલતભાઈ પટેલ પલસાણામાં આવેલા એક મિલમાં કેશિયરની નોકરી કરતા હતા. તેમના પિતા ઉધના હરિનગર ત્રણ ખાતે રહે છે. ત્યારે પંકજ પટેલ તેમના પિતા દોલતભાઈને મળવા આવ્યા હતા અને મળીને સવારે નોકરી પર જવા પરત થઈ રહ્યા હતા. દરમિયાન ઉધના હરિનગર ત્રણ પાસે બીઆરસી મંદિર પાસે આવેલા રસ્તા પર અચાનક જ ઢળી પડ્યા હતા. રસ્તા પર ચાલતા ચાલતા જઈ રહેલા પંકજભાઈ સેકન્ડની અંદર અચાનક પડી ગયા હતા અને મોતને ભેટ્યા હતા.

હાર્ટ-એટેક આવે એ પહેલાંના સંકેતો

  • અચાનક બહુ જ ગરમી લાગવી અને પરસેવો વળવો.
  • જોર જોરથી નસકોરા બોલવા, ઘણીવાર ઊંઘ તૂટવી.
  • છાતી પર દબાણ લાગવું. છાતી પર કોઇએ અચાનક જ ભાર મૂકી દીધો એવું ફીલ થવા લાગવું.
  • માથું, પેટનો ઉપરનો ભાગ, પીઠ, ડાબો હાથ, ગરદન કે દાંતમાં કોઈપણ કારણ વિના સતત દર્દ અનુભવાય.
  • ડાબી તરફથી પાંસળીઓની આસપાસ અથવા છાતીના વચ્ચેના ભાગમાં દુખાવો થવો અને બાદમાં આપમેળે દુખાવો બંધ થઈ જવો.
  • છાતીમાં અથવા પીઠના ઉપરના ભાગમાં સતત દબાણ થતું હોવાનો અહેસાસ થવો.

ઘરમાં એક વ્યક્તિને CPR આપતા શીખવું જોઈએ
સીપીઆરમાં વ્યક્તિની છાતી પર દબાણ બને છે, જેનાથી બ્લડ ફ્લોને ઠીક કરવામાં મદદ મળે છે. તમારાં બંને હાથને દર્દીની છાતીની વચ્ચે રાખો અને 100થી 120 પ્રતિ મિનિટના દરે જોરથી છાતી પર ધક્કો (પ્રેશર) આપો. દરેક ધક્કા બાદ છાતીને પોતાની સામાન્ય સ્થિતિમાં આવવા દો. ઇમર્જન્સી હેલ્પ પહોંચે ત્યાં સુધી આવું કરતાં રહેવું.

أحدث أقدم