અમદાવાદ38 મિનિટ પહેલા
- કૉપી લિંક
વસ્ત્રાપુરમાં આવેલી હોટલમાં કામ કરતા 2 કર્મચારીઓ અંદર અંદર ઝઘડતા હતા.આ દરમિયાન એક કર્મચારીને ઇજા થતાં તે પડી ગયો હતો જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમીયાન કર્મચારીનું મોત થયું હતું.કર્મચારીઓ વચ્ચે થયેલ મારામારીના સીસીટીવી પણ સામે આવ્યા છે.વસ્ત્રાપુર પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે.
વસ્ત્રાપુરમાં આવેલી ચારકોલ હોટલમાં બિહારના 2 કર્મચારીઓ કામ કરે છે.સતીશ અને પવન પાંડે નામના 2 કર્મચારીઓને કામ કરવા બાબતે તકરાર થઈ હતી.વહેલી સવારે 3 વાગ્યાની તકરાર ઉગ્ર થઈ હતી જ્યારે બંને વચ્ચે છુટા હાથની મારામારી શરૂ થઈ હતી.પવને સતીશને મુઢમાર મારવાનું શરૂ કર્યું હતું.આ દરમીયામ સતિષને ગંભીર ઇજા થઇ હતી જેના કારણે સતીશ પડી ગયો હતો.સતીશ ઢળી પડતા અન્ય કર્મચારીઓ પણ ભેગા થઈ ગયા હતા.
હોટલ માલિકને જાણ થતાં સતિષને તાત્કાલિક સારવાર માટે સંજીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.સારવાર દરમિયાન સતિષનું મોત થયું હતું.સતીશના શરીર પર ઇજાના નિશાન નથી જેથી મુઠમારના કારણે મોત થયું હોવાનું પોલીસનું અનુમાન છે.સતીશના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.બીજી તરફ પોલીસ હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.આરોપી પવન પાંડેની પોલીસે ધરપકડ કરી છે.બંને કર્મચારીઓ વચ્ચેના મારામારીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.