આણંદમાં ગણેશ ચોકડી ઉપર ફાયરિંગ થતાં ચકચાર, ચાર રાઉન્ડ ફાયરિંગ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી; પાંચ ઈસમોને રાઉન્ડઅપ કરાયા | The incident near Anand's Ganesh Chowk, the police reached the spot after receiving information that four rounds were fired | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • The Incident Near Anand’s Ganesh Chowk, The Police Reached The Spot After Receiving Information That Four Rounds Were Fired

આણંદ3 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આણંદ શહેરની ગણેશ ચોકડી પાસે આજે મોડી સાંજે જમીનની અદાવતમાં માથાકૂટ થયા બાદ એક જૂથ તરફથી ચાર રાઉન્ડ ફાયરિંગ કરાયું હોવાની માહિતી સામે આવી છે. ઘટનાના પગલે આણંદ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદના ચિખોદરા ઓવર બ્રિજ સર્વિસ રોડ ઉપર રાજોડપુરામાં મંગળવાર રાત્રિના સમયે ક્રિકેટ રમીને આવી રહેલા છોકરાઓને આ રસ્તો તમારો નથી. આ રસ્તે થી તમારે અવરજવર કરવી નહીં તેમ કહીને એક જૂથે ઝઘડો કરી માર માર્યો હતો બાદમાં બંને પક્ષના જૂથો આમને સામને આવી જતા માથાભારે ઈસમોએ ચાર રાઉન્ડ ફાયરિંગ કરતા નાસ ભાગ મચી જવા પામી હતી. આ ઘટનાના સમાચાર વાયુએગે શહેરમાં ફેલાતા આણંદ ડી.વાય.એસ. પી., એસઓજી ,એલસીબી તેમજ શહેર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મામલો થાળી પાડ્યો હતો.પોલીસ દ્વારા ફાયરિંગ કરનારની ઓળખ કરી પાંચ ઈસમોને રાઉન્ડઅપ કરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદના ચિખોદરા ઓવર બ્રિજ સર્વિસ રોડ ઉપર નજીક રાજોડપુરામાં મંગળવાર સાંજના સમયે ક્રિકેટ રમીને યુવાનો પરત ઘરે ફરી રહ્યાં હતાં. તે સમયે દસથી વધારે ઈસમોએ આવીને તેઓને કહ્યું હતું,આ રસ્તો તમારા બાપનો નથી આ રસ્તાએથી ફરીથી અવરજવર કરવી નહીં તેમ કહીને ઝઘડો કરી માર માર્યો હતો. બાદમાં બંને જૂથો આમને સામને આવી ગયા હતાં. જ્યાં એક જૂથના ટોળામાંથી ચાર રાઉન્ડ ફાયરિંગ થતાં અફડાતફડી મચી હતી.સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

મહત્વનું છે કે આ ઘટનાના સમાચાર વાયુવેગે શહેરમાં ફેલાઈ જતાં આણંદ ડીવાયએસપી,શહેર પોલીસ ની ટીમ,એસસોજી ટીમ, એલસીબી ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મામલો શાંત પડાવ્યો હતો. બંને જૂથોના ટોળા નો વિખેરી નાંખવામાં આવ્યાં હતાં. ફાયરિંગ કરનાર જૂથના ઇસમની ઓળખ કરી તેની સાથેના અન્ય પાંચ ઈસમોને રાઉન્ડઅપ કરી તેમની પૂછપરછ અને ગુનો નોંધવા સહિત આગળની તપાસ હાથ ધરી છે.

أحدث أقدم