- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Online Betting On IPL In Rander Raided By State Monitoring Cell, Transactions Of Over Rs 3 Crore Found, 4 Arrested And 96 Wanted
સુરત2 કલાક પહેલા
- કૉપી લિંક

સુરતના રાંદેર વિસ્તારમાં ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં આઇપીએલ પર ઓનલાઇન સટ્ટો રમાડવાનું નેટવર્ક ઝડપી પાડ્યું હતું. IPL પર સટ્ટો રમાડનાર ચાર ઇસમની ધરપકડ કરી હતી. પોલીસે ત્યાંથી 3.61 કરોડના વ્યવહારની માહિતી મેળવી હતી અને 5.70 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. જ્યારે 96 જટેલા ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ રાંદેર પોલીસને સોંપી હતી.
સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા
ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, સુરતના રાંદેર વિસ્તારમાં રામનગર ખાતે આવેલા મકાનમાં મોટા પાયે IPL પર સટ્ટો રમાડવામાં આવી રહ્યો હતો. જેના આધારે ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા આજે રેડ કરવામાં આવી હતી. દરમિયાન IPL મેચ પર સટ્ટો રમાડતા હોવાનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું હતું.
પાંચ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
સુરત શહેરના રાંદેરના રામનગરમાં IPL મેચ પર સટ્ટો રમાડનારને ત્યાં SMCએ દરોડા પાડ્યા બાદ મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. એસએમસીની ટીમે દરોડા પાડી સટ્ટો રમાડનાર રિતેશ પટેલ, દીપક ઉર્ફે દીપુ સુદવાની, ડેનિસ પંચોલી અને વિનેશ પટેલ નામના ચાર આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે રેડ કરીને 28 મોબાઇલ, લેપટોપ, 2 વાહન, રોડક, સિમ કાર્ડ સહિત 5,69,350 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રણ કરોડના વ્યવહાર મળી આવ્યા
IPL પર સટ્ટો રમાડનારને ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રડે પાડી હતી. જેમાં ચાર આરોપીની ધરપકડ કરી તેમની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, IPL શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં આ ગેંગ દ્વારા ક્રિકેટના સટ્ટા પર 3,46,,61,432 રૂપિયાનો વ્યવહાર કર્યો હોવાનું સામે આવ્યું છે. તે ઉપરાંત અત્યાર સુધીમાં 96 જેટલા આરોપીઓ ગેંગ દ્વારા ઓનલાઇન સટ્ટો રમાડતા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પોલીસ સ્ટેટ મોનિટરિંગ સેલે સટ્ટો રમાડનાર ચારની ધરપકડ કરી છે. 96 જણને વોન્ટેડ જાહેર કર્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તમામ સામે રાંદેર પોલીસ મથકમાં ગુનો નોંધાવી તપાસ આરોપીને રાંદેર પોલીસને સોંપી વધુ તપાસ રાંદેર પોલીસને સોંપી છે.