No results found

    પાલનપુરમાં ઝિમ્બાબ્વે-પાકિસ્તાન અને IPL મેચ પર સટ્ટો રમતા શખ્સની અટકાયત | Betting on Zimbabwe-Pakistan and IPL matches detained in Palanpur | Times Of Ahmedabad

    બનાસકાંઠા (પાલનપુર)4 કલાક પહેલા

    • કૉપી લિંક

    પાલનપુરમાં એક શખ્સ અને ઇસમ પાસેથી આઇડી મેળવી પોતાના અંગત ફાયદા સારું ડોક્ટર હાઉસની ગલીમાં આઇપીએલ તેમજ ઝિમ્બાબ્વે અને પાકિસ્તાન વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ પર મોબાઈલ પર પૈસાની હાર જીત માટે સટ્ટો રમતો હોવાની બાતમીના પોલીસે આધારે રેઇડ કરીને ઓનલાઇન ક્રિકેટ મેચ સટ્ટો રમાડતા ઇસમને 5500 મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો.

    પાલનપુરમાં ઢુંઢિયાવાડી ગટર કુવા પાસે રહેતો સુનીલ જયંતીભાઈ માળી નામનો ઇસમ પોતાના અંગત ફાયદા સારું શહેરના આકેસણ ફાટક પાસે આવેલ પ્રથમ રેસીડેન્સીમાં રહેતા ચેતન સિંધી નામના ઇસમ પાસેથી આઇડી મેળવી હાલમાં ચાલી રહેલ આઇપીએલ ક્રિકેટ મેચ તેમજ ઝિમ્બાબ્વે અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ ક્રિકેટ મેચમાં પૈસાની હાર જીત માટે ડોક્ટર હાઉસની ગલી માં મોબાઈલ પર સટ્ટો ખેલતો હોવાની બાતમીના આધારે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસની ટીમે ડોક્ટર હાઉસની ગલીમાં રેઇડ કરી તેને ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા સુનીલ જયંતીભાઈ માળીને ઝડપી પાડયો હતો. તેની પાસેથી પાંચ હજારની કિંમતનો એક મોબાઈલ અને 500 રૂપિયા રોકડ મળી કુલ રૂ.5500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. તેને સટ્ટો રમવા આઇડી આપનાર ચેતન સિંધી અને પકડાયેલ આરોપી સામે શહેર પશ્ચિમ પોલીસ મથકે જુગાર ધારાની કલમ હેઠળ બે ઈસમો સામે ગુનો પોલીસે નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال