IPLમાં CSKની ફાઇનલમાં એન્ટ્રી બાદ રીવાબાએ તમામ ખેલાડીઓને અભિનંદ પાઠવ્યા, ટ્રોફી જીતને આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો | After CSK's entry into the finals in IPL, Rivaba congratulated all the players, expressed confidence that the trophy will come. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • After CSK’s Entry Into The Finals In IPL, Rivaba Congratulated All The Players, Expressed Confidence That The Trophy Will Come.

28 મિનિટ પહેલા

  • કૉપી લિંક
રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાઈ ચેન્નઈ સુપર કિંગ્સ ને અભિનંદન આપ્યા - Divya Bhaskar

રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાઈ ચેન્નઈ સુપર કિંગ્સ ને અભિનંદન આપ્યા

ચારે તરફ દેશભરની અંદર આઈપીએલનો ફીવર જોવા મળી રહ્યો છે ક્રિકેટ ચાહકો માટે આ સીઝન પણ ખૂબ જ રોમાંચક રહી હતી. અંતિમ તબક્કામાં ફાઇનલમાં ક્વોલિફાઈ થવા માટે જે પ્રકારે તમામ મહેનતો એડી ચોટી નો જોર લગાડ્યું હતું તેના કારણે મેચ પણ ખૂબ જ રોમાંચિત રહી હતી આખરે ચેન્નઈ સુપર કિંગ્સ ફાઇનલમાં પ્રવેશ મેળવી લેવાતા રિવાબાએ રવિન્દ્ર જાડેજા સહિત તમામના અભિનંદન આપ્યા.

સતત દસ વર્ષથી ફાઇનલમાં

Ipl ની અંદર ચેન્નઈ સુપર કિંગ્સ નું પર્ફોર્મન્સ હંમેશા ધમાકેદાર રહ્યું છે. મહેન્દ્રસિંહ ધોનીના નેજા હેઠળ આરટીમે પોતાનો પર્ફોમન્સ ખૂબ જ સારી રીતે આપ્યો છે આ વખતે પણ આખી સિઝન દરમિયાન ચેન્નઈ સુપર કિંગ્સે પોતાની રમતથી સૌ કોઈ ક્રિકેટ ચાહકોનું દિલ જીત્યું છે પહેલાથી જ મુંબઇ ઇન્ડિયન્સ ગુજરાત titans અને ચેન્નઈ સુપર કિંગ્સને હોટ ફેવરિટ માનવામાં આવી રહી હતી. ચેન્નઈ સુપર કિંગ્સ આખરે આઇપીએલની ફાઇનલમાં પ્રવેશ મેળવતા સતત દસ વખત ફાઇનલમાં પ્રવેશ મેળવનારી ટીમ બની છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ જોવાનો લાવવો કંઈક અલગ

રીવાબએ જણાવ્યું કે ચેન્નઈ સુપર કિંગ્સ નું પર્ફોમન્સ ખૂબ જ સારું રહ્યું છે મારા હસબન્ડ અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને હંમેશા હું પ્રોસાહિત કરતી રહેવું છું એ મારી સૌથી પહેલી પ્રાથમિકતા છે તેમણે ખૂબ સારું પરફોમન્સ કર્યું છે આખી ટીમ એ પણ ધમાકેદાર પરફોર્મન્સ કર્યો હોવાથી તેમણે આઈપીએલની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. આખી તેમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ફાઇનલ મેચ મોદી સ્ટેડિયમમાં થનાર છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો હાજર રહેશે હું પોતે પણ આ મેચ નિહાળવા માટે જવાની છો અને તેમને પ્રોત્સાહન આપવાની છું જોકે મોદી સ્ટેડિયમમાં ફાઇનલ જોવા નિરીક્ષણ કંઈક અલગ જ હશે એવું હું માનું છું.

Previous Post Next Post