No results found

    પાલનપુરમાંથી સગીરાને ભગાડી જનાર ઈસમને પોલીસે અમદાવાદથી દબોચી લીધો | Isam, who chased Sagira from Palanpur, was caught by the police from Ahmedabad | Times Of Ahmedabad

    બનાસકાંઠા (પાલનપુર)એક કલાક પહેલા

    • કૉપી લિંક

    પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરાને ભગાડી જનાર ઈસમને શોધી કાઢી સગીરાને મુકત કરાવી હતી. પાલનપુર શહેર પુર્વ પોલીસ સ્ટેશનના સ્ટાફે હ્યુમન ઇન્ટેલીજન્સ તેમજ ટેકનીકલ સર્વેલન્સ ની મદદથી સગીરાને ભગાડી જનાર ઇસમને અમદાવાદથી ઝડપી લીધો હતો. તેમજ ભોગબનનાર સગીરાને શોધી લાવી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

    પાલનપુરથી લલચાવી ફોસલાવી ભગાડી જનાર આરોપી શૈલેષકુમાર માધાભાઈ પરમારને ઠાકોર રહે- ઉગમણો વાસ અમીરગઢવાળો ઘણા સમયથી સગીરાને પોતાની પાસે રાખી અલગ અલગ જગ્યાએ ફરતો રહેલ હોય અને સ્થળ બદલતો રહેતો હોય પકડાયેલ ના હોય અપહરણકર્તાને શોધી કાઢી સગીરાને મુકત કરાવવા પાલનપુર શહેર પુર્વ પોલીસ સ્ટેશનના સ્ટાફે હ્યુમન ઇન્ટેલીજન્સ તેમજ ટેકનીકલ સર્વેલન્સની મદદથી તાબાના પોલીસ કર્મચારીઓ સાથે આરોપી તેમજ ભૌગબનનાર સગીરાને શોધવા ખંતપૂર્વકના તમામ પ્રયત્નો કરી ગુનો આચરનાર આરોપીને અમદાવાદથી ઝડપી પાડી તેના કબજામાં રહેલ સગીરાને મુકત કરાવી આગળ ની તપાસ હાથ ધરી છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال