الجمعة، 12 مايو 2023

પાટણના સુજનીપુર ખાતે યોજાયેલા લગ્નમાં નવદંપતીઓને આશીર્વાદ આપવા જગદીશ ઠાકોરે હાજરી આપી | Jagdish Thakor was present to bless the newlyweds at the wedding held at Sujanipur, Patan. | Times Of Ahmedabad

પાટણ31 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુજનીપુર ખાતે સિદ્ધપુર કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા ઠાકોર સમાજના સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજનાં 55 નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ઉપસ્થિત રહી નવદંપત્તીઓને આશીર્વાદ આપ્યા હતા.

આ પ્રસંગે મીડિયા સમક્ષ તેમને જણાવ્યું હતું કે કોંગ્રેસે લોકોની ફરિયાદ સાંભળવા માટે તાલુકે-તાલુકે જનમંચ કાર્યક્રમ લોન્ચ કર્યો છે. આવતીકાલે સુરતમાં જનમંચ કાર્યક્રમ યોજાશે. ભાજપે 30 વર્ષના શાસનમાં ઉત્તર ગુજરાતની એક પણ નદીમાં ચેકડેમ નથી બાંધ્યો. બેરોજગાર યુવાનોનાં સંગઠનો બનાવી સરકાર સામે આંદોલનની ભૂમિકા ઉભી કરવામાં આવશે. ભાજપ સરકાર સામે વિવિધ આક્ષેપો કરી આક્રોશ ઠાલવ્યો હતો.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.