الخميس، 18 مايو 2023

જૂનાગઢ એ ડિવિઝન પોલીસે મેન બજારમાં પેટ્રોલિંગ હાથ ધરી આડેધડ પાર્ક કરાયેલા વાહનો ડીટેઈન કર્યા | Junagadh A Division Police conducted patrolling in Man Bazar and detained haphazardly parked vehicles | Times Of Ahmedabad

જુનાગઢએક કલાક પહેલા

  • કૉપી લિંક

જુનાગઢ શહેરમાં ટ્રાફિકની સમસ્યા જ્યારે લોકોને માથાના દુખાવા સમાન બની ગઈ છે ત્યારે શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે અને દિવસે વધતી જાય છે ત્યારે જુનાગઢ એ ડિવિઝન પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું એ ડિવિઝન પીઆઇ, પી.એસ.આઇ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા કાળવા ચોક થી લઈ આઝાદ ચોક સુધીના મેન રોડ પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં મેઈન બજાર ની દુકાનોના બહાર પાર્ક કરેલા વાહનોને ડીટેન કરવામાં આવ્યા હતા. ત્યારે બીજી તરફ જૂનાગઢમાં ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા દબાણોને મનપા દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ જુનાગઢ પોલીસ દ્વારા પણ ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઈ ફુટ પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાહદારીઓને નડતરરૂપ વાહનો અને પાર્ક કરેલી ગાડીઓ ને દંડ આપતા લોકોમાં પણ શિક્ષાત્મક કાર્યવાહીને લઈ ટ્રાફિક જાગૃતિ આવે તેવું જુનાગઢ પોલીસ ઈચ્છે રહી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.