જુનાગઢ6 કલાક પહેલા
- કૉપી લિંક

માળીયા હાટીના વિસ્તારના દુધાળા ગીર ગામે આંબાની બાગ રાખી ખેતમજુરી કરનાર માંગરોળના મુસ્લીમ ઇસમને મોબાઇલ ફોન ઉપર અજાણ્યી વ્યકિત દ્વારા ફોન કરી બિભત્સ ગાળો આપી ઘાર્મિક લાગણી દુભાય તેવા શબ્દો બોલી ઉશ્કેરણી કરી ધમકીઓ આપી ગુન્હો કર્યા હોવાની ફરિયાદ માળીયા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવી હતી.જેને લઇ શાંતિ અને ભાઈચારાની ભાવના જળવાઈ તેમ જ ધાર્મિક મતભેદો ન સર્જાય તેવા હેતુથી જુનાગઢ જિલ્લા રેન્જ આઇ.જી અને એસપી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા માળીયા વિસ્તારમાં મુસ્લિમ ઈસમને ધાર્મિક વિરોધી ઉશ્કેરીની જનક વાત કરનાર અને ધમકીઓ આપનારો ઈસમને પકડવા સૂચના કરવામાં આવી હતી.
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના ઈંચા પીઆઈ જે.જે.પટેલ,પીએસઆઈ જે.જે.ગઢવી પો.સ્ટાફ અને તાત્કાલીક ટેકનીકલ સેલના માધ્યમથી આઈસમને પકડવા અલગ અલગ ટીમો કામે લાગી હતી. ત્યારે માળીયા હાટીના બે કોમ વચ્ચે કોમી વૈમનસ્ય પેદા કરવા માટે આ અજાણ્યા ઇસમે જાણી જોઇને આવુ કૃત્ય કરેલ જે ગુન્હાની ગંભીરતા ને ધ્યાને લઇ ક્રાઇમ બ્રાન્ચની ટીમ બનાવી ખાનગી બાતમીદારો તથા ટેકનીકલ સેલની મદદથી માળિયાના આ અજાણ્યા ઈસમને શોધતા જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી કે આ બનાવમાં વિશાલ ડાંગર નામનો વ્યકિત રહે. અમદાવાદ વાળો સંડોવાયેલ છે અને તે વ્યકિત હાલ અમદાવાદ ખાતે છે.
જે આધારે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચના ટીમને અમદાવાદ ખાતે રવાના કરી ટેકનીકલ સોર્સના માધ્યમથી બાતમી વાળી જગ્યાએ અમદાવાદ, ભાડજ ખાતે આવેલ સાયન્સ સીટીમાં તપાસ કરતા ધર્મ વિરુદ્ધ ની ઉશકેરણી જનક ટિપ્પણી કરનાર વિશાલ રામશીભાઇ ડાંગર જે મુળ કાટકોલા ગામની છે.જેને જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કોન્સ દિવ્યેશકુમાર ડાભી, વરજાંગભાઇ બોરીયા દ્વારા પકડી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવી આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે ધાર્મિક લાગણી દુભાય તેવા હેતુથી બે કોમ વચ્ચે ઉગ્રતાના બી ના રોપાય અને આવા ધર્મ વિરોધી ઈસમોને ગણતરીની કલાકોમાં જ પકડી પાડવામાં આવ્યો છે ત્યારે પોલીસને પણ લોકો શુભકામના પાઠવી રહ્યું છે.