الاثنين، 29 مايو 2023

કુમકુમ મંદિરના મંદિરના કોઠારી ભગવાનની મૂર્તિમાં લીન થયા, અનેક ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો | Kumkum Mandir Temple Kothari immersed in the image of the Lord, many prospective devotees took advantage of the darshan | Times Of Ahmedabad

અમદાવાદ20 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર -કુમકુમ- મણીનગરના કોઠારી હરિભૂષણદાસજીસ્વામી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું ચિંતન કરતા કરતા અક્ષરધામને પામ્યા છે.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલ દાસજી જણાવ્યું હતું કે, કુમકુમ મંદિરની સ્થાપના ઈસ. 1985માં થઈ ત્યારથી હરિભૂષણદાજી સ્વામી કોઠારી તરીકે મંદિરમાં સેવા આપતા હતા. સંત તરીકે તેમને 50 વર્ષ જીવન વિતાવ્યું છે. આનંદ પ્રિયદાસજી સ્વામીની આજ્ઞામાં રહીને તેમણે કુમકુમ મંદિરની ખૂબ જ સેવા કરેલી છે.

તેમણે મુક્તજીવન સ્વામી બાપા પાસેથી દીક્ષા લીધી હતી. આજે મણિનગરની અંદર તેમની અંતિમ પાલખીયાત્રા યોજવામાં આવી હતી. આ પ્રસંગે શાસ્ત્રી હરિકૃષ્ણ સ્વરૂપ દાસજી સ્વામી અને અનેક સંતો હરિભક્તોએ પુષ્પહાર પહેરાવી પૂજન અર્ચન કર્યું હતું. જેના દર્શનનો અનેક ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.