લીંબડીના સૌકા ગામની સીમમાંથી LCBએ જુગારધામ ઝડપી પાડતા એસપીની કાર્યવાહી, 24 લાખની રોકડ સાથે 38 જુગારીઓ ઝડપાયા હતા | LCB raids gambling dens from the outskirts of Sauka village in Limbadi, SP action, 38 gamblers caught with cash worth 24 lakhs | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર20 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગર LCB પોલીસે લીંબડીના સૌકા ગામની સીમમાંથી જુગાર રમતા 38 શખ્શોને રોકડા રૂ.24.21 લાખ, 8 મોબાઈલ,2 કાર સહિત કુલ રૂ.28.77 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. આથી લીંબડીના સૌકા ગામની સીમમાથી મોટાપાયે ગુડદી પાસાનો જુગાર LCB પોલીસ દ્વારા ઝડપી પાડવાના મામલે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાતે લીંબડી PSI એન.એચ.કુરેશી સહિત 9 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરતા ચકચાર મચી જવા પામી છે. જેમાં સ્થાનિક પોલીસ મથકની હદમાં છેલ્લા ઘણા સમયથી ગુડદી પાસાનો જુગાર રમાતો હોવા છતાં કોઈ જ કાર્યવાહી કે પગલા ન લેતા સસ્પેન્ડ કરાયા હતા.

આ અંગેની પ્રાપ્ત વિગતાનુસાર સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વી.વી.ત્રિવેદી અને પીએસઆઇ વી.આર.જાડેજા સહિતના પોલીસ સ્ટાફે અગાઉથી મળેલી બાતમીના આધારે લીંબડી તાલુકાના સૌકા ગામના તનવીરસિંહ જીતેન્દ્રસિંહ ઝાલા, નવદીપસિંહ ગીરીરાજસિંહ ઝાલા અને રવિરાજસિંહ ઉર્ફે નાનભા રણજીતસિંહ ઝાલા સહિતના ત્રણેય શખ્સો સૌકા ગામની સીમમાં લીયાદના કાચા માર્ગે લીંબડીના સૌકા ગામના જ રાજપાલસિંહ વિક્રમસિંહ ઝાલાના પડતર ખેતરમાં પ્લાસ્ટિકના મીણીયાથી છત તેમજ સાઇડમાં પતરાની ઓરડી બનાવી બહારથી માણસો બોલાવી ગુદડી પાસા વતી પૈસાની હારજીતનો જુગાર રમાડે છે.

આથી સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે આ જગ્યા પર અચાનક દરોડો પાડી જુગારના અખાડામાં જુગાર રમતા 38 જુગારીઓને રોકડા રૂ. 24,21,000, મોબાઇલ નંગ- 8, કિંમત રૂ. 55,000, બે કાર કિંમત રૂ. 4,00,000 મળી કુલ રૂ. 28,77,000ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે તનવીરસિંહ જીતેન્દ્રસિંહ ઝાલા તથા રવિરાજસિંહ ઉર્ફે નાનભા રણજીતસિંહ ઝાલા હાજર નહીં મળી આવતા કુલ 40 જુગારીઓ સામે લીંબડી પોલીસ મથકે જુગાર અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

આથી લીંબડીના સૌકા ગામની સીમમાથી મોટા પાયે ગુડદી પાસાનો જુગાર LCB પોલીસ દ્વારા ઝડપી પાડવાના મામલે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાતે લીંબડી PSI એન.એચ.કુરેશી સહિત 9 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરતા ચકચાર મચી જવા પામી છે. જેમાં સ્થાનિક પોલીસ મથકની હદમાં છેલ્લા ઘણા સમયથી ગુડદી પાસાનો જુગાર રમાતો હોવા છતાં કોઈ જ કાર્યવાહી કે પગલા ન લેતા સસ્પેન્ડ કરાયા હતા. જેમાં ફરજ પર બેદરકારી રાખી જુગાર જેવી પ્રવૃત્તિઓ સામે પગલા ન ભરતા જીલ્લા પોલીસ વડા દ્વારા એક પીએસઆઈ અને આઠ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

أحدث أقدم