દાહોદ LCB પીઆઈની ટીમે એક જ દિવસમા પાંચ રીઢા આરોપીઓને ઝબ્બે કર્યા, હાઈવે રોબરીનો ભેદ ઉકેલાયો | Dahod LCB PI team nabbed five habitual accused in a single day, highway robbery case solved | Times Of Ahmedabad

દાહોદએક મિનિટ પહેલા

  • કૉપી લિંક

દાહોદ એલ.સી.બી. પોલીસ છેલ્લા કેટલાક સમયથી વિવિધ ગુના ઉકેલી રહી છે.ત્યારે આજે પીઆઈ કે.ડી.ડિંડોર અને ટીમે લુંટના ગુનાના, મોટરસાઈકલ ચોરીના ગુનાના અને પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓ મળી કુલ પાંચ આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કર્યા છે.

વાહનો પંકચર કરી લૂંટ કરનારા રીઢા લૂંટારુ મુદ્દામાલ સાથે ઝડપાયા
ગત તા.31 ઓગષ્ટ 2022નારોજ રાત્રીના બારેક વાગ્યાના આસપાસ રોઝમ ગામે અમદાવાદ-ઈન્દૌર હાઈવે રોડ ઉપર પસાર થતી ગાડીનું ટાયર પંકચર થતાં ચાલક ગાડીમાંથી નીચે ઉતર્યો હતો.ત્યારે ચાર જેટલા અજાણ્યા લુંટારૂઓએ ગાડીના ચાલકને માર મારી સોનાની ચેઈન, સોનાની વીટી, મહિલાનું મંગળસુત્ર, સોનાની બુટ્ટી મળી કુલ રૂા. 1,67,000 ની લુંટ કરી લુંટારૂઓ નાસી ગયાં હતાં. આ સંબંધે પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી.ત્યારબાદ ગત તા.9 ઓક્ટોબર 2022ના રોજ કંબાઈ ગામે હાઈવે રોડ ઉપર રાત્રીના અગીયારેક વાગ્યાના સમયે અજાણ્યા ત્રણથી ચાર ઈસમોએ એક દંપતિ પાસેથી સોનાની બુટ્ટી, સોનાની અને પર્સ વિગેરે મળી કુલ રૂા. 28,300ની મત્તાની લુંટી કરી હતી. આ બંન્ને ગુના અનડીટેકટ હતા.ત્યારે એલસીબી પોલીસને બાતમી મળી હતી કે કેટલાક ઈસમો શંકાસ્પદ દાગીના વેચવા દાહોદ બજારમા જવાના છે.તે બાતમીના આધારે એલસીબી પોલીસે રામપુરા નજીક કેટલાક ઈસમોની પુછપરછ હાથ ધરતા બે શંકાસ્પદ ઈસમોની અટકાયત કરી પૂછપરછ કરતા રોઝમ અને લીમડી હાઈવે રોબરીનો ભેદ ઉકેલાઈ ગયો હતો.

એલસીબી પોલીસે આ બંન્ને ગુનામા લીલેશ ઉર્ફ લીલુભાઈ દલજીભાઈ જોખના માવી,રહે .ખેરીયા નાકા ફળિયા,લીમખેડા અને હસન ઉર્ફ હસના નારસીંગભાઈ વહોનિયા,રહેમખોડિયા ફળિયુ,માતવાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

પાંચ વર્ષથી ફરાર પ્રોહીનો આરોપી ઝબ્બે,સીંગવડનો બાઇકચોર પણ ઝડપાયો
છેલ્લા પાંસ વર્ષથી પ્રોહીબીશનના બે ગુન્હાઓમાં કતવારા પોલીસ સ્ટેશનમાં નાસતા ફરતાં ગાજુભાઈ કાળીયાભાઈ વહોનીયા (રહે. વિસલપુર, તા. મેઘનગર, જિ.ઝાબુઆ (મધ્યપ્રદેશ) ને પણ એલસીબી પોલીસે ઝડપી પાડયો છે. એલસીબીને બાતમી મળી હતી કે વડાપીપળા ગામમા એક વ્યકિતના ઘરે નંબર વિનાની બાઈકો પડેલી છે.પોલીસે તપાસ કરતાં મોટરસાઈકલ ચોરીમાં મનિષભાઈ રમેશભાઈ સંગાડા. વડા પીપળા, સંગાડા ફળિયા, તા. સીંગવડ બે બાઈક સાથે ઝડપાયો છે.

મોરવા હડફનો 25 વર્ષથી વોન્ટેડ ઝડપાયો
તેવા સમયે 25 વર્ષ પહેલા આર્મ્સ એક્ટ તેમજ ચોરી,ધાડના ગુનામા પંચમહાલના મોરવા હડફ પોલસી મથકે નોંધાયેલ ગુનામાં વોન્ટેડ પારસીંગભાઈ ખાતરાભાઈ ઉર્ફે ગેંગજીભાઈ ડામોર, કુંડલા, ઉમરીયા ફળિયા, તા. ફતેપુરા, જિ.દાહોદ) ને ઝડપી પાડી જેલ ભેગા કર્યો છે.

أحدث أقدم