શહેરમાં તરખાટ મચાવનાર શખસોને LCBની ટીમે ઝડપી પાડ્યા, બન્ને બાઈક પર જતા કપલને ટાર્ગેટ કરતા | Taking advantage of the darkness in Rajkot, Beldi was caught scurrying from Sheetal Park Road, confessed to 13 crimes. | Times Of Ahmedabad

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

રાજકોટ શહેરમાં અંધારાનો લાભ ઉઠાવી બાઈક પર જતા કપલને ટાર્ગેટ બનાવી મહિલાના ગળામાંથી ચેઇન ઝૂંટવી તરખાટ મચાવનાર ધ્રોલ પંથકની સમડીને રાજકોટ શહેર એલસીબી ઝોન 2ની ટીમે પકડી પાડી રાજકોટની 13 ચીલઝડપનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે બન્ને આરોપી પાસેથી 5.60 લાખના સોનાના ઢાળિયા, એક ચેઇન તેમજ બે મોબાઇલ અને એક બાઇક સહિત કુલ રૂપિયા 6.10 લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસે બે શખસને ઝડપી પાડ્યા
રાજકોટ શહેરના શિતલ પાર્ક ચોકથી બજરંગવાડી વિસ્તારમાં તેમજ જામનગર રોડની આસપાસમાં થયેલ ચેઇન સ્‍નેચીંગ ઘટનામાં સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કાળા કલરનું સ્‍પ્‍લેન્‍ડર નંબર પ્‍લેટ વગરનું લઇ જતો શખસ શંકાસ્‍પદ જણાઇ આવતા તેની વોચ ગોઠવી હતી. જે બાદ રાજકોટ શહેર એલસીબી ઝોન 2ની ટીમે ચોક્કસ બાતમીના આધારે જામનગર રોડ પ્રેસ કોલોની પાસેથી આસીફ વલીભાઇ ખેરાણી (ઉ.વ.34) અને ગોવિંદ કુંવરજીભાઇ ધામેચા (ઉ.વ.45)ને ઝડપી પાડ્યા હતા. તેની આગવી ઢબે પૂછપરછ હાથ ધરી કુલ 13 ચીલઝડપમાં ગયેલ 6.10 લાખના મુદામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે કબજે કરેલ મુદ્દામાલ

પોલીસે કબજે કરેલ મુદ્દામાલ

કેવી રીતે લૂંટને અંજામ આપતા?
આરોપી આસીફ ચીલઝડપ કરતા પહેલા આજુ બાજુના વિસ્‍તારની રેકી કરતો હતો. જેમાં ખાસ કરીને અંધારૂ તેમજ અવાવરૂ જગ્‍યા જયાં ખાસ કરીને ઓછા વ્‍યકિતની અવર જવર હોય અને સીસીટીવી કેમેરા ન હોય કે અન્‍ય કોઇ ઓળખ ના થઇ શકે તેવી જગ્‍યાનો પસંદ કરતો. અગાઉ રેકી કરી બાદ આ સમયગાળામાં બીજા દિવસે મોટર સાયકલ અથવા વાહનમાં નિકળતા કપલ કે જેઓ ચીલઝડપ કર્યા બાદ તેનો પીછો ન કરી શકે તેવી જગ્‍યાની શોધ કરી રાખતા. તેઓ આસાનીથી પોતાના ગામ તરફ જઇ શકે તેવા હાઇવે તેમજ રોડના આજુ બાજુના વિસ્‍તારનો ઉપયોગ કરતો હતો. જે બાદ આરોપી પોતાના સહ આરોપી સાથે મળી પોતે કરેલ ચીલઝડપમાં મેળવેલ સોનાના દાગીના તાત્‍કાલીક ઢાળીયો બનાવી વહેંચી દેતો હતો.

બન્ને આરોપીઓ.

બન્ને આરોપીઓ.

સોનુ ઓગાળી ઢાળીયો બનાવી તુરંત જ વેચી દેતા
આરોપી આસીફ મચ્‍છીના કોન્‍ટ્રાકટનો વ્‍યવસાય કરતો હતો, પરંતુ ધંધામાં નુકસાની જતા ગુનાખોરીના રવાડે ચડયો હતો. ચીલઝડપ કર્યા બાદ સોનાનો ચેઇન ગોવિંદને આપી દેતો હતો. જે સોનુ ઓગાળી ઢાળીયો બનાવી તુરંત જ વેચી દેતો હતો. અહીં ઉલ્લેખનીય છે કે, આરોપીએ 13 ગુનાની આપેલી કબૂલાત પૈકી 6 બનાવમાં ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. 2 ચીલઝડપમાં નકલી ચેઇન હાથમાં આવતા ફેંકી દીધી હતી, જ્યારે પાંચ ગુનામાં ફરિયાદ નોંધાઇ નથી.

બન્ને આરોપીઓ પાસેથી મળી આવેલ મુદ્દામાલ
પકડાયેલ બન્ને શખસો પાસેથી મળી આવેલ એક સોનાનો ચેઇનનો આશરે વજન 10 ગ્રામ છે. જેની કિંમત 30 હજાર રૂપિયા, અલગ-અલગ વજનના સોનાના ઢાળીયા નંગ 8 જેનું આશરે વજન 113.2 ગ્રામ જેની કિંમત રૂ. 5.30 લાખ, એક સ્‍પેલન્‍ડર પ્‍લસ મોટર સાયકલ જેની કિંમત રૂ.40 હજાર તથા મોબાઇલ ફોન નંગ 2 જેની કિંમત રૂ.10 હજાર કબજે કર્યો હતો.

બન્ને શખસોએ કબૂલાત કરેલ ગુનાની વિગત

  1. 20 દિવસ પહેલા શિતલ પાર્ક મેઇન રોડ ટોઇંગ સ્ટેશન પાસે રાત્રિના 9ઃ30 વાગ્‍યાની આસપાસ મહિલાએ પહેરેલ સોનાના ચેઇનની ચીલઝપ કરી હતી.
  2. આજથી 11 મહિના પહેલા શિતલ પાર્ક ટોઇંગ સ્‍ટેશન પાસે મહિલાના ડોકમાં પહેરેલ સોનાના ચેઇનની ચીલઝડપ કરી હતી.
  3. આજથી 8 મહિના પહેલા જામનગર રોડ બજરંગવાડી સંસ્‍કારધામ સ્‍કૂલની સામેના ભાગેથી મહિલાના ગળામાં પહેરેલ ચેઇનની ચીલઝડ કરી હતી.
  4. આજથી 6 મહિના પહેલા રાત્રિના સમયે જામનગર રોડ બજરંગવાડી સંસ્‍કાર ધામ સ્‍કૂલની સામેના ભાગેથી મહિલાના ગળામાં પહેરેલ ચેઇનની ચીલઝડપ કરી હતી.
  5. આજથી 6 મહિના પહેલા રાત્રિના સમયે શિતલ પાર્ક મેઇન રોડ ટ્રાફીક ટોઇંગ સ્‍ટેશનની બાજુમાંથી મહિલાના ગળામાં પહેરેલ ચેઇનની ચીલઝડપ કરી હતી.
  6. આજથી 4 મહિના અગાઉ રૈયા ગામથી સ્‍મશાન બાદ આવતા પાણીના સંપ સામેથી રાત્રીના સમયનો લાભ લઇ મહિલાના ગળામાં પહેરેલ ચેઇનની ચીલઝડ કરી હતી.
  7. આજથી 4 મહિના અગાઉ રૈયા ગામથી નવા રીંગ રોડ તરફ જવાના રોડ ઉપર લાઇટ હાઉસ પાસેથી રાત્રીના સમયનો લાભ લઇ મહિલાના ગળામાં પહેરેલ ચેઇનની ચીલઝડપ કરી હતી.
  8. આજથી 3 મહિના અગાઉ જામનગર રોડ સાંઢીયા પુલ પાસેથી ભોમેશ્વરમાં જવાના કાચા રસ્‍તા ઉપરથી મહિલાના ગળામાં પહેરેલ ચેઇનની ચીલઝડપ કરી હતી.
  9. આજથી 3 મહિના પહેલા મોચીનગર-6થી રાજીવનગર તરફ જવાના નવા બનેલા રોડ ઉપરથી મહિલાના ગળામાં પહેરેલ સોનાના ચેઇનની ચીલઝડપ કરી હતી.
  10. આજથી 2 મહિના પહેલા રાત્રિના સમયે લોકો કોલોનીથી રેલનગર તરફ જવાના રોડ ઉપર અંડરબ્રિજ પહેલા મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ કરી હતી
  11. આજથી 1.5 મહિના પહેલા રાત્રીના સમયે ફરીથી શિતલ પાર્ક ટોઇંગ સ્‍ટેશન પાસેથી મહિલાના ગળામાં પહેરેલ ચેઇનની ચીલઝડપ કરી હતી.
  12. આજથી 1 મહિના અગાઉ રાત્રીના સમયે ગાંધીગ્રામ લાખના બંગલા વાળા રોડ ઉપર હનુમાનજીના મંદિર પાસે મહિલાના ગળામાં પહેરેલ સોનાના ચેઇનની ચીલઝડપ કરી હતી.
  13. 10 દિવસ પહેલા સાધુ વાસવાણી રોડથી કવાર્ટર તરફ જવાના રસ્‍તા પર મહિલાના ગળામાં પહેરેલ ચેઇનની ચીલઝડપ કરેલની કબૂલાત આપેલ છે.

أحدث أقدم