الأربعاء، 10 مايو 2023

ખડગે વિરૂદ્ધના નિવેદન માટે ભાજપ ઉમેદવાર મણીકાંત રાઠોડ વિરુદ્ધ કાર્યવાહી કરવા મોરબી કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોએ જિલ્લા પોલીસવડાને આવેદન પાઠવ્યું | Leaders including Morbi Congress president submitted a complaint to the district police chief to take action against BJP candidate Manikant Rathore for his statement against Khadge. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Leaders Including Morbi Congress President Submitted A Complaint To The District Police Chief To Take Action Against BJP Candidate Manikant Rathore For His Statement Against Khadge.

મોરબી2 કલાક પહેલા

  • કૉપી લિંક

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ચાલતા આક્ષેપ-પ્રતિઆક્ષેપો અને નિવેદનો મામલે હજુ ધમાસાણ ચાલી રહ્યું છે અને આજે મોરબી ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી કર્ણાટક ભાજપના ઉમેદવાર મણીકાંત રાઠોડ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ સાથે આવેદન પાઠવ્યું છે.

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લા પોલીસવડાને રજૂઆત કરી છે કે કર્ણાટકમાં રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગે અને કોંગ્રેસ તરફ એક જુવાળ છે. ત્યારે મણીકાંત રાઠોડ જાહેરસભામાં જાહેર નિવેદનથી મલ્લિકાર્જૂન ખડગે અને તેમના પરિવારને મારી નાખવાની ધમકીઓ ઉચ્ચારે છે. ખડગે અનુસુચિત પરિવારમાંથી આવતા હોવાથી તેઓની લોકપ્રિયતા વધતાં જાનથી મારી નાખવાની ધમકીઓ ઉચ્ચારાય છે. જેમાં નાતજાતના ભેદભાવ ઉભા કરીને ધાર્મિક લાગણીઓ ઉશ્કેરીને રાજકીય વિરોધીઓને ખૂન ખરાબા કરવાની ધમકીઓ આપી દેશમાં ધાર્મિક લાગણીઓ અને જાતિગત લાગણીઓ ઉશ્કેરાતી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.

ખડગે સામેના નિવેદનથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં લોકોમાં અશાંતિ ફેલાઈ છે અને જાતિગત લાગણીઓ દુભાયેલી છે. જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી જવાનો ભય પણ જોવા મળી રહ્યો છે. જેથી ભાજપના મણીકાંત રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવા માગ કરી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.