ટંકારા પાસે કારમાંથી દારૂની બોટલો મળી, ખીજડીયા રોડ પર ફાર્મ હાઉસમાં યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો, સોખડા પાટિયા પાસે બાઈક સ્લીપ થતા યુવાનનું મોત | Liquor bottles found in car near Tankara, youth attempts suicide in farm house on Khijdia road, youth dies after bike slips near Sokhada Patia | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Liquor Bottles Found In Car Near Tankara, Youth Attempts Suicide In Farm House On Khijdia Road, Youth Dies After Bike Slips Near Sokhada Patia

મોરબી2 કલાક પહેલા

  • કૉપી લિંક

ટંકારા નજીક અકસ્માતગ્રસ્ત હાલતમાં પડેલી કારની તલાશી લેતા દારૂની બોટલો મળી આવી…
ટંકારા નજીક આવેલ પેટ્રોલપંપ પાસે એક કાર અકસ્માતગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. જે કારનો ચાલક ફરાર થઇ ગયો હતો અને કારની તલાશી લેતા કારમાંથી ઈંગ્લીશ દારૂની 10 બોટલ મળી આવતા પોલીસે મુદામાલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારા પોલીસ મથકના શાહિદ સીદીકીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ટંકારા પોલીસની ટીમ ખાનગી વાહનમાં ટંકારા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીથી ટંકારા તરફ આવતા રિલાયન્સ પેટ્રોલપંપ સામે જૂની બીએસએનએલ ઓફીસ તરફ જતા રોડ પર બાળવાની ઝાડીમાં એક કાર અકસ્માત થયેલી હાલતમાં જોવા મળી હતી. જે કારમાં કોઈ હાજર ના હતું અને કારની તલાશી લેતા ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. જેથી કારની તલાશી લઈને કારમાં રહેલ દારૂ બહાર કાઢી ચેક કરતા કુલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 10 કીમત રૂ 3000 મળી આવતા દારૂ અને કાર સહીત કુલ રૂ 1.03 લાખનો મુદામાલ જપ્ત કરી કાર જીજે 06 ઇક્યું 6032 ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

ખીજડીયા રોડ પરના ફાર્મ હાઉસમાં યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો…
ટંકારા તાલુકાના ખીજડીયા રોડ પર આવેલ ફાર્મ હાઉસ ખાતે 21 વર્ષનો યુવાન કોઈ કારણોસર ઉંદર મારવાની દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે.

બનાવની મળતી માહિતી મુજબ ટંકારાના રહેવાસી છોટેલાલ બાબુભાઈ મલરામ (ઉ.વ.21) નામના યુવાન ગત તા. 18ના રોજ સલીમભાઈના ફાર્મ હાઉસ ખાતે હોય ત્યારે કોઈ કારણોસર ઉંદર મારવાની દવા પી લેતા ટંકારા બાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા ટંકારા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

મોરબીના સોખડા ગામના પાટિયા નજીક બાઈક સ્લીપ થતા યુવાનનું મોત થયું
મોરબીના સોખડા ગામના પાટિયા નજીકથી પસાર થતું બાઈક સ્લીપ થતા બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને યુવાનનું મોત થયું હોય જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

મૂળ એમપીના વતની અને હાલ રંગપર ગામ નજીક સિરામિકમાં રહેતા મહેશ બદ્રીલાલ માલવીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી પોતાના કારખાને હોય ત્યારે કારખાના શેઠ જીગાભાઈએ વાત કરી હતી કે તમારા સગા સતીષભાઈનું કારખાના આગળ મોટરસાયકલ સ્લીપ થઇ જતા ઈજા પહોંચી છે. જેથી 108 મારફત સારવાર માટે લઇ ગયા હતા. મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન મોત થયું હતું. આમ ફરિયાદીના ફૈબાના દીકરા સતીષ બિહારીલાલ માલવી (ઉ.વ.30) રહે હાલ રંગપર પાસે આવેલ પોલેન્સ સિરામિક વાળા બાઈક જીજે 36 એ 0698 લઈને જતા હતા ત્યારે જેતપરથી આગળ આવતા બાઈક સોખડા ગામના પાટિયા પાસે સ્લીપ થયું હતું. જે અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા બાઈક ચાલક યુવાનનું મોત થયું હતું. મોરબી તાલુકા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Previous Post Next Post