વાંકાનેરમાં ગાંજાના જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપ્યો; વાંકાનેરના પંચાસીયા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા | Man arrested by police with stash of ganja in Wankaner; Five persons were caught gambling in public on the outskirts of Panchasia village in Vankaner | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Man Arrested By Police With Stash Of Ganja In Wankaner; Five Persons Were Caught Gambling In Public On The Outskirts Of Panchasia Village In Vankaner

મોરબી7 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વાંકાનેર પંથકમાંથી નશીલા દ્રવ્યોનું અનેકવાર વેચાણ સામે આવતું હોય છે. ત્યારે વાંકાનેર સીટી પોલીસ મથકના જુના બિલ્ડીંગ પાસે આવેલા પાન બીડીની કેબીનમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે.

બનાવની મળતી વિગત મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના જુના બિલ્ડીંગની દીવાલને અડીને આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ગેટની સામે આવેલી ચા-પાન-બીડીની કેબિનમાં ગાંજાનું વેચાણ થઈ રહ્યું હોવાની વાંકાનેર સીટી પોલીસને બાતમી મળતા પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાંથી 62 વર્ષીય કેબિન સંચાલક નુરમહમદ હાજીભાઇ મકવાણા મળી આવ્યા હતા. કેબિનની તલાશી લેતા તેમાંથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો 200 ગ્રામનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત પોલીસે તેની પાસેથી એક મોબાઇલ ફોન તથા રોકડા રૂપિયા, ડિજિટલ નાનો વજન કાંટો અને જેમાં ગાંજો ભરવામાં આવતો તે ખાલી થયેલી પ્લાસ્ટિકની તથા છાપાના તથા સફેદ કાગળની પડીકીઓ અને પડીકી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા છાપા અને સફેદ કાગળ સહિત મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી નુરમહમદને ઝડપી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી લઈને પોલીસે 17,300ની રોકડ રકમ જપ્ત કરી છે. વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પંચાસીયા ગામની સીમમાં જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી. જેમાં પંચાસીયા ગામની વીડ તરીકે ઓળખાતી સીમના ખરાબામાં જાહેરમાં જુગાર રમતા સહદેવસિંહ જયવીરસિંહ જાડેજા, રાઘવજી અજાભાઇ દેસાઈ, અમૃતલાલ રાઘવજીભાઈ વિડજા, સુરેશ પરષોતમભાઈ કાવર અને મગન સુંદરજીભાઈ દલસાણીયા એમ પાંચને ઝડપી લઈને રોકડ રકમ રૂ. 17,300 જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગાર ધારા મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

Previous Post Next Post