અમદાવાદના વાસણામાં આઈપીએલની મેચો પર મોબાઈલમાં સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો, પોલીસે છટકુ ગોઠવી ધરપકડ કરી | A man was caught playing online betting on IPL matches in Vasana, Ahmedabad, police laid a trap and arrested him. | Times Of Ahmedabad

અમદાવાદ23 મિનિટ પહેલા

  • કૉપી લિંક

હાલમાં આઈપીએલની મેચો અંતિમ તબક્કામાં ચાલી રહી છે અને આ મેચો પર હાલ લાખો-કરોડો રૂપિયાનો ઓનલાઈન સટ્ટો રમાઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં વધુ એક શખ્સ મોબાઈલ પર ઓનલાઈન સટ્ટો રમાડતો પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. પોલીસે આ શખ્સ પાસેથી 7 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસને બાતમી મળતા છટકુ ગોઠવ્યું
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતાં આ દરમિયાન તેમને બાતમી મળી હતી કે, વાસણા શાંતિ ટાવર ચાર રસ્તા પાસે એક શખ્સ મોબાઈલ ફોનમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાની એપ્લિકેશનથી સટ્ટો રમાડી રહ્યો છે. આ બાતમીને આધારે પોલીસે છટકુ ગોઠવીને શખ્સને ઝડપી પાડ્યો હતો. તેની પુછપરછમાં જણાવ્યું હતું કે, તેનું નામ અલ્પેશ પટેલ છે અને અમદાવાદના સેટેલાઈટમાં રહે છે.

7 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
​​​​​​​
પોલીસને તેના મોબાઈલમાં radheexch.com નામની વેબસાઈટ જોવા મળી હતી. તેણે આ વેબસાઈટ અને તેનો પાસવર્ડ પોલીસને આપ્યો હતો. પોલીસે આ આઈડી કોની પાસેથી મેળવ્યો એવું પુછતાં તેણે કહ્યું હતું કે, તે તેના મિત્ર અરવિંદ ઉર્ફે કિટલી પાસેથી લીધું હોવાનું જણાવ્યું હતું. પોલીસે અલ્પેશ પટેલ પાસેથી 7 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તે ઉપરાંત અરવિંદ નામના યુવકની વધુ તપાસ હાથ ધરી છે.

أحدث أقدم