લીંબડીના સૌકામાંથી ઝડપાયેલા જુગારધામના સંચાલકે પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યો, ઈન્ચાર્જ એસપીએ કહ્યું- મને કોઈ લેખિત રજૂઆત મળી નથી | The manager of the gambling den arrested from Souka in Surendranagar made a serious allegation on the police, the in-charge SP said - I have not received any written statement. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • The Manager Of The Gambling Den Arrested From Souka In Surendranagar Made A Serious Allegation On The Police, The In charge SP Said I Have Not Received Any Written Statement.

સુરેન્દ્રનગર34 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સૌકા ગામમાંથી ચાર દિવસ પહેલા એલસીબીએ ઝડપી પાડેલા મસમોટા જુગારધામના કેસમાં નવો વળાંક આવ્યો છે. જુગાર કેસમાં છૂટ્યા બાદ એક આરોપીએ પોલીસ પર પૈસા લેવાનો આક્ષેપ કર્યો છે. જુગારધામ ચલાવવા માટે પોતે એસઓજીના પીએસઆઈ અને કોન્સ્ટેબલને દર મહિને 12 લાખ રૂપિયાનો હપ્તો આપતો હોવાનો આક્ષેપ કરતા ખળભળાટ મચ્યો છે. સુરેન્દ્રનગર પોલીસ પર ગંભીર આક્ષેપો થતા ઈન્ચાર્જ જિલ્લા પોલીસ વડાએ કહ્યું હતું કે, આ મામલે મારી સમક્ષ કોઈ રજૂઆત આવી નથી. રજૂઆત મળ્યા બાદ ખરાઈ કરી કાર્યવાહી કરવામાં આવશે.

નવદીપસિંહ, જુગારધામ કેસનો આરોપી

નવદીપસિંહ, જુગારધામ કેસનો આરોપી

નવદીપસિંહ ઝાલા નામના આરોપીએ પોલીસ પર આક્ષેપ કર્યો
સૌકા ગામના જુગાર કેસમાં ઝડપાયા બાદ જામીન પર મુક્ત થયેલા નવદીપસિંહ ઝાલા નામના આરોપીએ સુરેન્દ્રનગર SOGના PSI પઢિયાર અને કોન્સ્ટેબલ હરદેવસિંહ ઝાલા પર દર મહિને 12 લાખ રૂપિયાનો હપ્તો લેતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

જુગારના દરોડા સમયે ઝડપાયેલા આરોપીઓ

જુગારના દરોડા સમયે ઝડપાયેલા આરોપીઓ

’12 લાખનો હપ્તો ઓછો લાગતા 20 લાખની માગણી કરવામાં આવી’
જુગાર કેસના આરોપી નવદીપસિંહે આક્ષેપ કરતા કહ્યું છે કે, હું દર મહિને 12 લાખ રૂપિયાનો હપ્તો આપતો હતો એ હપ્તો ઓછો પડતા ત્રણ મહિના પહેલા SOG PSI પઢિયાર અને હરદેવસિંહ મને મળવા આવ્યા હતા અને મને કહેલું કે, જો જુગાર ચાલુ રાખવો હોય તો 20 લાખ રૂપિયા થશે.

શું કહી રહ્યા છે ઈન્ચાર્જ જિલ્લા પોલીસ વડા?
આ અંગે સુરેન્દ્રનગર ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા એચ.પી.દોશીએ જણાવ્યું હતું કે, લીંબડીના શખ્સે પ્રેસ કોન્ફરન્સ કરીને વીડિયો વાયરલ કર્યા છે. જે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે. મારી પાસે હજી વીડિયો કે લેખિત અરજી મળી નથી. અરજી મળ્યા બાદ શું આક્ષેપ છે? એની ખરાઇ કર્યા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પણ હજી સુધી મારી પાસે કોઇ અરજી આવી નથી. બીજી બાજુ લીંબડીના સૌકા ગામમાં જુગારધામ ચલાવનારા શખ્સે પ્રેસ કોન્ફરન્સ કરવાની સાથે ગૃહ રાજ્યમંત્રી સહિત લાગતા વળગતા તમામ વિભાગોને લેખિત રજૂઆત પણ કરી છે.

38 જુગારીઓ પાસેથી 24 લાખની રોકડ કબજે કરવામાં આવી હતી
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સૌકા ગામમાં ચાલતા જુગારધામની પોલીસને બાતમી મળતા સુરેન્દ્રનગર એલસીબીએ દરોડો પાડ્યો હતો. સૌકા ગામની સીમમાં લીયાદના કાચા માર્ગ પર પડતર ખેતરમાં પ્લાસ્ટિકના મીણીયાની છત અને સાઈડમાં પતરાની ઓરડી બનાવી ગુદડી પાસાનો જુગાર રમાડવામાં આવતો હતો. એલસીબીએ દરોડો પાડી 38 જુગારીઓ પાસેથી 24 લાખ 21 હજારની રોકડ જપ્ત કરી હતી.

Previous Post Next Post