રાજકોટમાં MBA થયેલ પરિણીતાને કામવાળી તરીકે રાખતા, પતિ દારૂ ઢીંચીને લંડન જવા માટે પૈસા-ઘરેણા માંગતો | Employing the MBA-educated wife in Rajkot as a worker, the husband demands money to go to London after drinking alcohol. | Times Of Ahmedabad

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

રાજકોટ શહેરના જાગનાથ પ્લોટ વિસ્તારમાં દસ માસથી માવતરે રહેતી 32 વર્ષીય MBA સુધી અભ્યાસ કરેલ પરિણીતાએ આણંદ રહેતા તેના પતિ તપનકુમાર બાખલીયા, સસરા કીર્તિભાઈ ભક્તિકુમાર અને સાસુ રૂપાબેન સામે માનસિક અને શારીરિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકયાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

ઘરનું તમામ કામકાજ કરાવતા
ફરિયાદી મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા દસ માસથી તેના માવતરના ઘરે રહે છે. તેમને MBA સુધીનો અભ્યાસ કરેલ છે. તેમના લગ્ન વર્ષ 2021 માં કિર્તિભાઇ બીલખીયાના પુત્ર તપનકુમાર સાથે થયેલ હતાં. તેઓ લગ્નબાદ તેના પતિ સાસુ-સસરા સાથે આણંદમાં રહેવા ગયેલ હતી. જ્યાં તેમના સસરિયાઓએ અઠવાડીયુ સારી રીતે રાખેલ અને ત્યારબાદ તેમને ત્રાસ આપવા માટે સાસરીયાઓએ ઘરમાં જે કામવાળી કામ કરવા માટે આવતી હતી તેને કાઢી મુકેલ અને ઘરનું તમામ કામકાજ તેમની પાસે કરાવતા હતા.

કરિયાવર લાવવાનું પણ દબાણ કરતાં
ઘરના કામકાજમાં પણ વારંવાર મેણાટોણા મારી માનસિક ત્રાસ આપતા હતાં. તેમજ તેમના પતિ અવાર – નવાર કહેતા કે, મારા ઘરના ના કહેવાથી મે તારી સાથે લગ્ન કરેલ છે. તેમજ પતિ તથા સાસુ-સસરા તેને અવાર – નવાર પીયરમાંથી કરિયાવર લાવવાનું પણ દબાણ કરતાં હતાં.

જેઠાણી જાડો સોનાનો સેટ લઇને આવી છે
ફરિયાદીએ વધુમાં જણાવ્યા મુજબ તેના પતિને લંડન જવા માટે પૈસા તેમજ ઘરેણાની માંગણી કરી તેના સાસુ કહેતા કે, તારી જેઠાણી જાડો સોનાનો સેટ લઇ આવેલ છે. તો તુ પણ તેનાથી વધારે ચડીયાતો સેટ લઇ આવ અને પહેરામણી પણ ઓછી કરેલી છે તો અમારે કુટુંબમાં શુ પહેરામણી કરવી કહીને કરીયાવર બાબતે મેણા મારતા તેમજ મકાન અને બીઝનેસ માટે દુકાનની માંગણી કરતા હતાં.

મને તારા જવા થી કોઇ ફેર પડતો નથી
તેમજ તેના પતિ પતિ દારૂ ઢીંચીને ઝઘડો કરતા અને આશરે દસ માસ પહેલાં તેમની તબિયત સારી ન હોય જેથી તેના પતિને માવતર થોડા દિવસ રોકાવા જવા માટે નું કહેતા તેના પતિએ કહેલ કે, તારે જવું હોય તો જા મને તારા જવા થી કોઇ ફેર પડતો નથી. જેથી બીજા દિવસે તેના પિતાએ આવીને થોડા દિવસ રોકાવા માટે માવતરે તેડી ગયેલ અને બાદમાં તેમને તેના પતિને ફોન કરતા પતિએ મારો ફોન ઉપાડેલ નહીં અને મારી સાથે કોઇપણ જાતની વાતચીત પણ કરતા ન હોય જેથી તેઓ છેલ્લા દસ માસથી મારા માવતરના ઘરે જ છે. બનાવ અંગેની ફરિયાદ પરથી પરિણીતાના સસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધી મહિલા પોલીસે તપાસ હાથ ધરી હતી.

أحدث أقدم