વેરાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા મહિલાઓની તબીબી ચકાસણી કરાઈ; જર્જરિત સ્ટેશન રોડ તાકીદે રીપેર કરવા પાલિકાને રજૂઆત | Medical examination of pregnant women at Verad Primary Health Centre; Representation to the municipality to urgently repair the dilapidated station road | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Medical Examination Of Pregnant Women At Verad Primary Health Centre; Representation To The Municipality To Urgently Repair The Dilapidated Station Road

દ્વારકા ખંભાળિયા22 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સગર્ભા મહિલાઓની તબીબી ચકાસણી કરાઈ…
ભાણવડ તાલુકાના વેરાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી માતૃત્વ સુરક્ષા અભિયાન અંતર્ગત સગર્ભા માતાઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય કેન્દ્રના ગાયનેક ડો. ચંદ્રકાન્ત જાદવ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો. પ્રકાશભાઈના માર્ગદર્શન હેઠળ આ સુંદર આયોજન થયું હતું.

આ કેમ્પમાં 54થી વધારે સગર્ભા મહિલાઓએ લાભ લીધો હતો. કેટલાક મહિલાઓને ગંભીર એનિમિયા હોવાથી આ બહેનોને આયર્ન સુક્રોઝ આપવામાં આવ્યું હતું. જેમાં વિનામૂલ્યે તબીબી ચકાસણી, લોહીના ટકાની તપાસ, બ્લડપ્રેશર તથા સુગરની તપાસ કરી આપવામાં આવી હતી. આ આયોજનમાં ગ્રામજનો, આરોગ્ય સ્ટાફની મહેનત સાથે ડો. ચંદ્રકાન્ત જાદવની વિના મૂલ્યે સેવાથી કેમ્પ સફળ રહ્યો હતો. આ કેમ્પ માટે આયોજક મેડિકલ ઓફિસર ડો. વર્ષા સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની યુવા ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.

રોડ તાકીદે રીપેર કરવા પાલિકા તંત્રને રજૂઆત…
ખંભાળિયા શહેરમાં મહત્વના અને ટ્રાફિકથી વ્યસ્ત એવા રેલવે સ્ટેશન રોડ કે જેની હાલત ઘણા સમયથી જર્જરિત છે. આ માર્ગ તાકીદે દુરસ્ત કરવામાં આવે તેવી માગ પાલિકા સમક્ષ કરવામાં આવી છે.

ખંભાળિયા શહેરના રેલવે સ્ટેશનની ગોલાઈથી જી.વી.જે. સ્કૂલ સુધીનો સ્ટેશન રોડ છેલ્લા ઘણા સમયથી ખખડધજ હાલતમાં છે. અહીંથી રોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. ત્યારે ઉબડખાબડ એવા આ રસ્તાના કારણે વાહન ચાલકો તથા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત આવા રસ્તાના લીધે અકસ્માત થવાનો પણ ભય હોવાથી આ માર્ગને તાકીદે નવેસરથી બનાવવામાં આવે તેવી માગ પાલિકા સત્તાવાળાઓ સમક્ષ એડવોકેટ મુસ્તાક સોઢા દ્વારા કરવામાં આવી છે.

أحدث أقدم