પાંડેસરામાં મોબાઈલ સ્નેચરે યુવકને ધક્કો મારી જમીન પર પટક્યો, કાનમાં ગંભીર ઈજા થતા ઓપરેશન કરાવવાની ફરજ પડી | Mobile snatcher knocks youth to ground in Pandesara, severe ear injury forced to undergo surgery | Times Of Ahmedabad

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક
મોબાઈલ સ્નેચરોએ યુવકને ધક્કો મારી જમીન પર ફેંકી દેતા ગંભીર ઈજા પહોંચી - Divya Bhaskar

મોબાઈલ સ્નેચરોએ યુવકને ધક્કો મારી જમીન પર ફેંકી દેતા ગંભીર ઈજા પહોંચી

શહેરમાં મોબાઇલ સ્નેચરો હવે બેફામ બની રહ્યા છે અને તેનો ત્રાસ પણ વધી રહ્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાંથી મોબાઇલ સ્નેચિંગની ખૂબ જ ગંભીર ઘટના સામે આવી છે. પાંડેસરા વિસ્તારમાં પગપાળા જઈ રહેલ યુવકને ધક્કો મારી બાઇક પર આવેલ યુવક મોબાઇલ સ્નેચિંગ કરી ફરાર થઈ ગયો હતો. ધક્કો લાગતા યુવક ગંભીર રીતે રોડ પર પટકાયો હતો, જેથી તે લોહીલુહાણ થઈ ગયો હતો અને કાનમાં ગંભીર ઈજા પહોંચી હતી. જેથી સ્થાનિકો દ્વારા તાત્કાલિક તને સિવિલ હોસ્પિટલમાં સારવાર ખાતે મોકલવામાં આવ્યો હતો જ્યાં યુવકના કાનની સર્જરી કરાવી ઓપરેશન કરવું પડ્યું હતું.

સ્નેચર યુવકને ધક્કો મારી તેનો મોબાઈલ લઈને ભાગી છૂટ્યો ​​​​​​​
સુરતમાં ઠેર-ઠેર પોલીસની નાક નીચે મોબાઇલ સ્નેચરોનો આતંક અતિ ગંભીર લેવલે વધી રહ્યો છે. મોબાઈલ સ્નેચરો – બદમાશોને પોલીસનો કોઈ ખોફ રહ્યો નથી તેમ દીનદહાડે સરેઆમ મોબાઈલ સનેચિંગની આડમાં આતંક ફેલાવી રહયા છે. સામાન્ય લોકોને નિશાનો બનાવી હત્યા અને ગંભીર ઈજા પહોંચાડી રહ્યા છે ત્યારે આવી જ વધુ એક ઘટના પાંડેસરા વિસ્તારમાંથી સામે આવી છે. પાંડેસરા વિસ્તારમાં બાઈકસવાર અજાણ્યા સ્નેચરે પગપાળા જઈ રહેલા યુવકને ધક્કો મારી તેનો મોબાઈલ લઈને ભાગી છૂટ્યો હતો જયારે ધક્કો લાગવાને કારણે યુવક રોડ પર પટકાતા તેને કાનના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી અને લોહીલુહાણ થઇ ગયો હતો. ઘટનાને પગલે સ્થળ પર લોકો પણ ભેગા થઇ ગયા હતા અને યુવકને ઈજાગ્રસ્ત તથા લોહીલુહાણ હાલતમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

યુવકના ડાબા કાનના ભાગે ગંભીર ઈજા પહોંચી
મળતી માહિતી મુજબ પાંડેસરા ખાતે આવેલ ગણેશનગરમાં રહેતો 25 વર્ષીય સુનિલ સીંગ પાંડેસરા વડોદગામ પાસેથી પગપાળા જઈ રહ્યો હતો ત્યારે બાઈક પર આવેલ અજાણ્યા સ્નેચરે તેને ધક્કો મારી મોબાઈલ ખેંચી લીધો હતો અને સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. આ દરમિયાન ધક્કો લાગવાથી અને ચીલઝડપમાં યુવક રોડ પર ગંભીર રીતે પટકાયો હતો. જેને લઇ તેને ડાબા કાનના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને લોહી લુહાણ થઈ ગયો હતો. ​​​​​​આ ​ઘટનાને પગલે સ્થળ પર લોકો ભેગા થઈ ગયા હતા અને તાત્કાલિક 108ને જાણ કરવામાં આવી હતી. 108ને જાણ થતા જ માત્ર પાંચ મિનિટના ટૂંકા સમયમાં તે સ્પોટ ઉપર પહોંચી ગયા હતા અને યુવકને લોહીલુહાણ હાલતમાં એમ્બ્યુલેન્સનમાં જરૂરી સારવાર આપી નવી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા.

108 યુવકને હોસ્પિટલ લાવી
​​​​​​​​​​​​​​108 દ્વારા યુવકને સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા બાદ યુવકની ડોક્ટર દ્વારા તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી.જ્યાં સિવિલના ટ્રોમા સેન્ટરના ડોકટરે જણાવ્યું હતું કે, યુવકને કાનના ભાગે ગંભીર ઈજા થઇ હતી અને લોહી વધારે વહી ગયું હતું. જેને લઇ તેને વિશેષ સારવાર માટે સર્જરી કરી ઓપરેશન કરવું પડે તેમ હતું. જેથી યુવકને વધુ સારવાર માટે સિવિલમાં સર્જરી વિભાગમાં દાખલ કરવાની જરૂર પડી હતી.

અગાઉ મોબાઈલ લૂંટમાં યુવકની હત્યા પણ કરાઈ હતી
ગત તારીખ 12-04-2023 એ સચિન જીઆઇડીસી વિસ્તારમાં ત્રણ બદમાશોએ રાત્રીના સમયે બાઈક પર સિંચન હોજીવાલા એસ્ટેટમાં મોબાઈલ ફોનની લૂંટ કરી એક યુવકને છાતીના ભાગે જીવલેણ ચપ્પુના ઘા મારી તેની હત્યા કરી હતી.તેમજ તે જ રાત્રીના સમયે સચિન જીઆઇડીસી વિસ્તારમાં અન્ય એક યુવકને ચપ્પુ મારી તેની પાસેથી મોબાઈલની લૂંટ કરી હતી. આવી જ રીતે ખટોદરા વિસ્તારમાંથી પણ ચાની દુકાનની બહાર બેસેલ લુન્સના કારખાનાના કારીગરના હાથમાંથી ચપ્પુ બતાવીને સ્નેચર મોબાઇલની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો. સામાન્ય કિંમતના મોબાઈલ સ્નેચિંગ ની આડમાં સ્નેચરો હત્યા અને ગંભીર ઈજા પહોંચાડવા સુધી ખચકાતા નથી. ત્યારે શહેરની પોલીસ મોબાઇલ સ્નેચર ઉપર ખાસ લગામ કરશે તે ખૂબ જરૂરી બન્યું છે.

​​​​

أحدث أقدم