મોરબીના નવનિર્મિત અને આધુનિક નવા બસસ્ટેન્ડની રિબન કાલે કપાશે | Morbi's newly constructed and modern new bus stand will be ribbon cut tomorrow | Times Of Ahmedabad

મોરબીએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સુવિધાનું વિધિવત લોકાર્પણ

મોરબી શહેરની મધ્યમાં આવેલા નવા બસ સ્ટેશનનું રૂ 5.43 કરોડના ખર્ચે નિર્માણ થઇ ચુક્યું છે જોકે છેલ્લા ત્રણ મહિના કરતા પણ વધારે સમયથી આ કામગીરી પૂર્ણ થઇ ગઈ હોવા છતાં માત્ર લોકાર્પણ વાંકે આ બસ સ્ટેશન ધૂળ ખાઈ રહ્યું છે. જેને લઇ લોકો વહેલી તકે બસ સ્ટેશન શરુ કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા હતા. જો કે આ બસ સ્ટેશનનું કોઈ મંત્રીના હસ્તે લોકાર્પણ ન થાય ત્યાં સુધી પ્રજાને નવી સુવિધા ક્યાંથી મળે?

બીજી તરફ ગાંધીનગરથી પણ કોઈ મંત્રીને મોરબીનું આ બસ સ્ટેશન શરુ કરવા માટે સારું મુર્હુત મળતું ન હતું જેને લઇ તાજેતરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી જો સરકારને લોકાર્પણ ન કરવું હોય તો અમે કરી નાખીએ તેવા આક્ષેપ સાથે બે દિવસ પૂર્વે કોંગ્રેસે બસ સ્ટેશન લોકાર્પણ કરવાનું આયોજન કર્યું હતું. જો કે પોલીસે આ આયોજન આગેવાનોની અટકાયત કરી તેમના વિરોધ પ્રદર્શનને નિષ્ફળ બનાવ્યું હતું.

વાંરવાર વગોવાયા બાદ હવે આ બસ સ્ટેશનના લોકાર્પણ માટે રાજ્યના ગૃહ મંત્રીને સમય મળી ગયો છે અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી આગામી 18મી ના રોજ બસ સ્ટેશનનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી ડો મહેન્દ્ર મુંજપરા તેમજ મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસરીયા ઉપસ્થિતિ રહેશે. આ તકે સાંસદ મોહન કુંડારીયા , વિનોદ ચાવડા ,પુનમબેન માડમ, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પ્રકાશ વરમોરા,મેઘજી ચાવડા, જીતેન્દ્ર સોમાણી, અને દુર્લભજી દેથરિયા સહિતના આગેવાનો પણ જોડાશે.

أحدث أقدم