પંચમહાલ (ગોધરા)4 કલાક પહેલા
- કૉપી લિંક
આજરોજ સાંજના સુમારે ગોધરા શહેરમાં આવેલા સબજેલમાં હત્યાના ગુનામાં સડોવાયેલા કાચાકામના કેદીએ ગળેફાંસો ખાઈને પોતનું જીવન ટુંકાવ્યું હતું. ગોધરા શહેર A-ડિવિઝન પોલીસમથકે હત્યાનો ગુનો નોંધાયો છે. જે ગુનામાં મોરવા હડફ તાલુકાના પતંગડી ગામના પ્રદીપ ઉર્ફે અશ્વિન ચૌહાણની સંડોવણી સામે આવતા તેની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપી પ્રદીપ ઉર્ફે અશ્વિન ચૌહાણને હત્યાના આરોપસર કાચાકામના કેદી તરીકે ગોધરા ખાતે આવેલી સબજેલ ખાતે રાખવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ તેણે ગોધરામાં આવેલ સબજેલમાં ગળેફાંસો ખાઈને પોતાની જીવન ટૂંકાવ્યું છે.
ગોધરા શહેરમાં આવેલા સબજેલમાં પ્રદીપ ચૌહાણ પ્રથમ માળે આવેલા કપડાંના સ્ટોરરૂમમાં ગયો હતો અને પોતે પંખાના હૂક પર કપડાં વડે ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ ગોધરા શહેર A-ડિવિઝન પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા કેદીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.