મોરબીમાં નરાધમે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું, પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી | Naradham raped a girl in Morbi, the police registered a case against the accused and took action | Times Of Ahmedabad

મોરબીએક કલાક પહેલા

  • કૉપી લિંક

મોરબીમાં દુષ્કર્મના ઘણા બનાવો સામે આવી રહ્યા છે. જે સમાજ માટે કલંકરૂપ છે, ત્યારે વધુ એક દુષ્કર્મની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે. જેમાં યુવતીના ભાઈના કૌટુંબીક સભ્યે રાત્રિના યુવતીની ઓરડીમાં જઈને બળજબરીથી દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં સિરામિક એકમમાં મધ્યપ્રદેશની યુવતી તેના ભાઈ સાથે મોરબી કામ કરવા માટે આવી હતી. તે દરમિયાન રાત્રિના યુવતી પોતાની ઓરડીમાં રાત્રિના સુતી હતી ત્યારે કૌટુંબિક નરાધમ પંકેશ વાગરુંએ ઓરડીમાં પ્રવેશ કરીને યુવતી સાથે બળજબરી કરીને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી. ઘટના બનતા જ યુવતીએ આ બાબતે પરિવારને જાણ કરી હતી અને યુવતી અને તેનો ભાઈ બંને પરત મધ્યપ્રદેશ ચાલ્યા ગયા હતા અને ત્યાં પોલીસ મથકમાં જઈને બનાવ અંગે ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસ મથકમાં પંકેશ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકેથી માહિતી મળી હતી કે, યુવતી અને તેનો ભાઈ એક માસ પૂર્વે જ સિરામિક કારખાનામાં નોકરી માટે આવ્યા હતા. આરોપી પંકેશ મૂળ મધ્યપ્રદેશનો વતની અને અહીંયા સિરામિકમાં જ મજૂરી કરતો હોવાથી સંબંધીના નાતે આ યુવતીના પરિવારને તે સીરામીક કારખાનામાં મજૂરી કામના બહાને લાવ્યો હતો. બાદમાં યુવતી ઉપર નજર બગાડી અને સંબંધોને શર્મશાર કર્યો હતો. આ અગે પોલીસે ગુનો નોધી આરોપીને ઝડપવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

Previous Post Next Post