No results found

    ઉમેટામાં બ્રિજની નજીક વૃદ્ધે બાઈક પાર્ક કર્યું અને અચાનક મહીસાગર નદીમાં કૂદી આત્મહત્યા કરી ,પોલીસે બાઇક નંબરના આધારે મૃતકની ઓળખ કરી | Old man parks bike near bridge in Umeta and suddenly jumps into Mahisagar river, commits suicide, police identifies deceased based on bike number | Times Of Ahmedabad

    • Gujarati News
    • Local
    • Gujarat
    • Anand
    • Old Man Parks Bike Near Bridge In Umeta And Suddenly Jumps Into Mahisagar River, Commits Suicide, Police Identifies Deceased Based On Bike Number

    આણંદ7 કલાક પહેલા

    • કૉપી લિંક
    પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

    પ્રતીકાત્મક તસવીર

    આંકલાવના ઉમેટા બ્રિજ પરથી વૃદ્ધે મહિસાગર નદીમાં ઝંપલાવી આપગાત કરી લીધો હતો. આ અંગે આંકલાવ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ઘટનાનું કારણ જાણવા નિવેદન લેવા ચક્રોગતિમાન કર્યાં છે.

    આંકલાવ તાલુકાના ઉમેટા બ્રિજ ઉપર રવિવારે સાંજેના સમયે એક વૃદ્ધ બાઈક લઇ આવી બ્રિજની નજીક બાઈક પાર્ક કર્યું હતું. બાદમાં વૃદ્ધે અચાનક મહીસાગર નદીમાં મોતની છલાંગ મારી દીધી હતી. જોતજોતામાં વૃદ્ધ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

    આ ઘટનાને જોઈને આજુબાજુના લોકો દોડી આવ્યાં હતાં અને તેઓએ આંકલાવ પોલીસ મથકે જાણ કરતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી.પોલીસે ફાયર બ્રિગેડ તેમજ માછીમારોની મદદથી પાણીમાંથી વૃદ્ધનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.આંકલાવ પોલીસે બાઇક નંબરના આધારે મૃતકની ઓળખ માટે ચક્રોગતિમાન કર્યાં હતાં. જેમાં મૃતક વડોદરાના કોયલીમાં રહેતા પ્રવિણભાઈ મંગળભાઈ પટેલ (ઉ.વ.64) હોવાનું જાણવા મળ્યું હતું.

    આંકલાવ પોલીસ દ્વારા મૃતકના પરિવારને જાણ કરતાં પરિવારજનો આંકલાવ દોડી આવ્યાં હતાં. પ્રાથમિક તપાસમાં પ્રવીણભાઈ પટેલ રવિવારે સાડા છ વાગ્યાના સમયે બાઇક લઈને ઘરેથી નીકળી ગયાં હતા.બાદમાં ઉમેટા બ્રિજ નજીક બાઇક પાર્ક કરી મહીસાગર નદીમાં છલાંગ મારી આત્મહત્યા કરી લીધી હતી.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال