No results found

    પારડીના નાના વાઘછીપા નહેર પાસે લાકડા વીણી રહેલા વૃદ્ધા નહેરમાં પડી જતા મોત | An old man who was chopping wood near the small Vaghchaipa canal in Pardi died after falling into the canal | Times Of Ahmedabad

    વલસાડ8 કલાક પહેલા

    • કૉપી લિંક

    વલસાડ જિલ્લાના પારડી તાલુકાના નાના વાધછીપા ગામમાં રહેતા એક વૃદ્ધા નહેર પાસે લાકડા વિણવા ગયા હતા. વૃદ્ધા નહેર પાસે લાકડા વીણી રહ્યા હતા. જે દરમ્યાન બેલેન્સ ગુમાવતા વૃદ્ધા નહેરમાં પડી ગયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક વૃદ્ધાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ પારડી ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. પારડી પોલીસે લાશનો કબ્જો લઈને લાશનું Pસ કરાવી આગળની તજવીજ હાથ ફરી છે.

    વલસાડ જિલ્લાના પારડી તાલુકાના નાના વાઘછીપા ગામના દેસાઈ ફળિયામાં રહેતા લલિતાબેન ઠાકોરભાઈ પટેલ ગામમાંથી પસાર થતી નહેર પાસે લાકડા વિણવા ગયા હતા. નહેર કિનારે પડેલા લાકડાઓ લલીતાબેન વીણી રહ્યા હતા. અચાનક તેમણે શરીરનું બેલેન્સ ગુમાવતા નહેરમાં પડી ગયા હતા. સ્થાનિક લોકો અને આજુબાજુના લોકો લલીતાબેનની મદદે દોડી ગયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક પારડી ફાયર વિભાગ અને ગામના અગ્રણીઓ તેમજ પારડી પોલીસને ઘટનાની જાણ કરી હતી. પારડી પોલીસે અને પારડી ફાયર વિભગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી નહેરમાં ડૂબી ગયેલા વૃદ્ધા લલિતાબેનને પાણીમાંથી બહાર કાઢી હતી. પારડી પોલીસે લલિતાબેનની લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે. પારડી પોલીસ મથકે લીલીતાબેનના પૌત્ર સાવન સતિષભાઈ પટેલે ADની નોંધ કરાવી આગળની તપાસ હાથ ધરી છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال