ઉમરગામના નગર પાલિકાના મકાનના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્યએ કાઉન્સીલરોને ટકોર કરી, જન સંપર્ક વધારવા સૂચન | On the occasion of the inauguration of Umargam Municipal Corporation building, the MLA confronted the councillors, suggested to increase public contact. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • On The Occasion Of The Inauguration Of Umargam Municipal Corporation Building, The MLA Confronted The Councillors, Suggested To Increase Public Contact.

વલસાડ32 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાનાં ઉમરગામ નગર પાલિકાનાં નવા મકાનનાં લોકાર્પણ, સોલિડ વેસ્ટ સાઈટ અને લાયબ્રેરીનાં લોકાર્પણ પ્રસંગે આવેલા ધારાસભ્ય રમણલાલ પાટકરે કર્ણાટકમાં આવેલા પરિણામોને ટાંકીને ઉમરગામ નગર પાલિકાનાં સભ્યોને ટકોર કરી હતી. પાલિકાનાં ચૂંટાયેલા સભ્યોને પાણીની કે અન્ય કોઈ ફરિયાદ આવે તો તત્કાલિક ધોરણે નોંધ લઈ ફરિયાદનો નિકાલ કરવા માટે કાર્યવાહી કરવામાં આવે તેમ જણાવ્યું હતું. નહીંતર કર્ણાટક જેવું પરિણામ આવી શકે છે તેવી ટિપ્પણી કરી હતી.

વલસાડ જિલ્લાનાં ઉમરગામ નગર પાલિકાનાં નવા મકાનનું અને સોલિડ વેસ્ટ તેમજ લાયબ્રેરીનાં મકાનનું લોકાર્પણ કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો. રાજ્ય નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે ઉમરગામના ધારાસભ્ય અને પૂર્વ વન મંત્રી રમણલાલ પાટકરે કર્ણાટકની ચૂંટણીનું પરિણામને લઈ નગર પાલિકાનાં નગર સેવકો અને કાર્યકરોને ટિપ્પણી કરી જણાવ્યું હતું કે, નગર પાલિકામાં પાણી લાઈટ ડ્રેનેજની કોઈપણ ફરિયાદ આવે તો અરજદાર સાથે જન સંપર્ક કરીને લોકોના કામ વહેલી તકે કરવા. ઉમરગામ નગર પાલિકાને લોકોના કામોને ઝડપથી વેગ આપવા જણાવ્યું હતું.

أحدث أقدم