ગાંધીનગરનાં પીડીપીયુ રોડ પર બિલ્ડરોએ સ્ટોમ વોટર લાઈન પૂરી બગીચા-પાર્કિંગ બનાવી દીધા, પાકા દબાણો દૂર કરવાની કોંગ્રેસની માંગ | On PDPU Road in Gandhinagar, the builders completed the storm water line and made a garden-parking lot, Congress demands to remove the paved pressure. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • On PDPU Road In Gandhinagar, The Builders Completed The Storm Water Line And Made A Garden parking Lot, Congress Demands To Remove The Paved Pressure.

ગાંધીનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગાંધીનગરમાં દબાણ તંત્ર દ્વારા છેલ્લા ઘણા દિવસોથી શ્રમજીવીઓનાં લારી ગલ્લાઓ તેમજ ઝુંપડાનાં દબાણો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. એવામાં પીડીપીયુ રોડ પર વરસાદી પાણીના નિકાલની સ્ટોમ વોટર લાઈનમાં માટીનું પુરાણ કરીને બિલ્ડરો ગેરકાયદેસર રીતે બગીચા – પાર્કિંગ બનાવવા લાગ્યાં હોવા છતાં દબાણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસના વિપક્ષ નેતા અંકિત બારોટે કર્યો છે. શહેરમાં બિલ્ડરો અને માલેતુંજાર લોકોએ પણ ઠેર ઠેર પાકા દબાણો ઉભા કરી દીધા હોવાથી દબાણ તંત્ર પહેલા આ દબાણો દૂર કરે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરાઈ છે.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ શાખા, પાટનગર યોજના વિભાગ તેમજ કલેકટર દબાણ મામલતદાર દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે કડકાઈથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગઈકાલે સેકટર – 20 માં સંયુક્ત દબાણ ઝુંબેશ હાથ ધરીને ગેરકાયદેસર ઝુંપડાનાં કાચા પાકા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. અંદાજીત 100 થી વધુ દબાણો દૂર કરી દેવાતા શ્રમજીવીઓ રસ્તે રઝળતા થઈ ગયા છે.

જો કે કેટલાય દિવસોથી દબાણ તંત્રની બેવડી નીતિ સામે નાના લારી ગલ્લા ધારકોમાં રોષ વ્યાપી ગયો છે. શહેરમાં વીવીઆઇપી વિસ્તારો ઉપરાંત ઠેર ઠેર બિલ્ડરો, ઉચ્ચ અધિકારીઓએ તેમજ માલેતુંજાર વગદાર વ્યક્તિઓએ પાકા દબાણો ખડકી દેવાયા છતાં દબાણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ મામલે અગાઉ પણ કોંગ્રેસ વિપક્ષ નેતા અંકિત બારોટ ધ્વારા મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરાઈ હતી.

આ અંગે વિપક્ષ નેતા દ્વારા ફરીવાર મ્યુનિસિપલ કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરાઈ છે. તેમણે દબાણ તંત્રની કામગીરી સામે આંગળી ચીંધીને કહ્યું હતું કે, ગાંધીનગરના પીડીપીયુ રોડ પર વરસાદી પાણીના નિકાલની સ્ટોમ વોટર લાઈન પણ બિલ્ડરો દ્વારા પચાવી પાડવાની પેરવી શરૂ થઈ છે. અત્રેના વિસ્તારમાં તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોમ વોટર લાઈન બનાવામાં આવી હતી.

જેમાં બિલ્ડરો દ્વારા માટીનું પુરાણ કરીને પેવર બ્લોક નાખીને બગીચા – પાર્કિંગ બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. અહીં મેટ્રો રેલના પીલ્લરોને અડીને આવેલ વરસાદી પાણીના નિકાલની લાઈનો પૂરી દેવાની ગતિવિધિ શરૂ થઈ છે. આગામી દિવસોમાં વરસાદી સિઝન શરૂ થશે. એવામાં વરસાદી પાણીના નિકાલ નહીં થવાથી મોટી સમસ્યા સર્જાશે. અને મેટ્રો રેલનાં પીલ્લરોને પણ નુકશાન થવાની ભીતી સાથે મોટી દુર્ઘટના સર્જાવાની પણ દહેશત વર્તાઈ રહી

એક તરફ શહેરમાં નાના ગરીબ લોકોને ટાર્ગેટ કરીને દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ દબાણની વ્યાખ્યા શું છે તે ગાંધીનગરની પ્રજા જાણવવા માંગે છે. માત્રને માત્ર પાલિકાને નાના શ્રમ જીવીઓની લારી-ગલ્લા દબાણમાં નડે છે મોટા માથાઓના દબાણ ક્યારે દુર કરશો તેનો પણ ખુલાસો તંત્રએ કરવો જોઈએ.

વિપક્ષ નેતા અંકિત બારોટે વધુમાં મ્યુનિસિપલ કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરાઈ છે કે, ગાંધીનગરમાં આવેલા વી.આઈ.પી વિસ્તારમાં મકાન જેટલા બગીચાનું દબાણ માલેતુજાર લોકો ધ્વારા કરવામાં આવેલ છે. તે ક્યારે હટાવવા જશો? તે ઉપરાંત ગાંધીનગરના મોટા ભાગના બિલ્ડરો ધ્વારા સાઈટ ઓફીસના નામે દબાણ કરેલ છે તે ક્યારે હટાવશો? વધુમાં પી.ડી.પી.યુ રોડ શાહપુર અને આજુ-બાજુના વિસ્તારમાં સ્ટોમ વોટર લાઈન બિલ્ડરો ધ્વારા પુરી દેવામાં આવી છે અહીં મોટુ દબાણ કરેલ છે. તે બાબતની તપાસ કરી તાત્કાલિક દબાણ દુર કરવામાં આવે.

છે.

أحدث أقدم