ઘરે જતાં યુવકની બાઇકને ટક્કર મારી કાર નાળામાં ખાબકી, પરીક્ષાર્થીનું મોત, કારમાં સવાર ત્રણ સહિત ચાર ઘાયલ | On the way home, the car hit the youth's bike and plunged into the canal, the examinee died, four injured, including the three occupants of the car. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mahisagar
  • On The Way Home, The Car Hit The Youth’s Bike And Plunged Into The Canal, The Examinee Died, Four Injured, Including The Three Occupants Of The Car.

મહિસાગર (લુણાવાડા)25 મિનિટ પહેલા

  • કૉપી લિંક
બાઇકને ટક્કર મારી કાર નાળામાં ખાબકી. - Divya Bhaskar

બાઇકને ટક્કર મારી કાર નાળામાં ખાબકી.

ગુજરાત સેવા પસંદગી મંડળ દ્વારા આજે સમગ્ર રાજ્યમાં તલાટીની ભરતી માટે પરીક્ષા યોજાઈ છે. ત્યારે મહીસાગર જિલ્લામાં પણ આજે 39 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી. જેમાં અલગ અલગ જિલ્લાઓમાંથી પરીક્ષા આપવા માટે ઉમેદવારો મહીસાગર જિલ્લામાં આવ્યા હતા. ત્યારે લુણાવાડા ખાતેના પરીક્ષા કેન્દ્ર પરથી પરીક્ષા આપી પરત ફરતા પરીક્ષાર્થીનું બાલાસિનોર પાસે માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું છે.

ઇજાગ્રસ્ત યુવક.

ઇજાગ્રસ્ત યુવક.

વસોના યુવકનું મોત
અકસ્માત અંગેની પ્રાથમિક માહિતી અનુસાર ખેડા જિલ્લાના વસો ખાતેથી મહીસાગરના લુણાવાડા ખાતે તલાટીની પરીક્ષા આપવા માટે આવેલ 25 વર્ષીય નીતિન વાઘેલા નામના પરીક્ષાર્થીનો નંબર લુણાવાડા ખાતે આવ્યો હતો. જે આજે પરીક્ષા આપી પરત પોતાના ઘરે જતા બાલાસિનોર પાસે તેઓને અકસ્માત નડ્યો હતો. જેમાં તેઓનું મોત નીપજ્યું છે. તેઓ બાઇક લઈને લુણાવાડાથી તરફથી વસો તરફ જઈ રહ્યા હતા તે સમયે બાલાસિનોરના ગધાવાડા પાસે કાર સાથે બાઈકનો અકસ્માત થયો હતો. જેમાં તેઓનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે બાઇક પર સવાર અન્ય એક વ્યક્તિને પણ ઇજાઓ પહોંચી છે તો અકસ્માત થતા કાર પણ રોડની સાઈડમાં નાળાના ખાડામાં ખાબકી હતી.

મૃતક યુવક.

મૃતક યુવક.

કારમાં સવાર લોકો પણ ઇજાગ્રસ્ત
સાથે જ કારમાં સવાર ત્રણ લોકોને પણ ઇજાઓ પહોંચી છે. જેથી તેઓને બાલાસિનોરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. સમગ્ર બનાવ અંગે બાલાસિનોર પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો.

બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો.

Previous Post Next Post