Sunday, May 21, 2023

મોરબીના ગ્રીન ચોક નજીક દુકાનની પેરાપીટ તૂટી પડતા એક વ્યક્તિને ઈજા પહોંચી; ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો | One person injured when shop parapet collapses near Green Chowk, Morbi; The injured was immediately shifted for treatment | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • One Person Injured When Shop Parapet Collapses Near Green Chowk, Morbi; The Injured Was Immediately Shifted For Treatment

મોરબી43 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મોરબી શહેરમાં અનેક જૂની ઈમારતો આવેલી છે. કેટલીક જર્જરિત ઈમારતો તૂટી પડે તો જાનમાલની હાની થઇ શકે તેમ હોવા છતાં નીમ્ભર પાલિકા તંત્રએ ક્યારેય આવી તસ્દી લીધી નથી. દર વર્ષે પ્રી-મોન્સૂન કામગીરીના ગુણગાન ગવાય છે. જોકે નક્કર કામગીરી કરવામાં આવતી નથી. ત્યારે ગ્રીન ચોક નજીક આવી એક જૂની ઈમારતની પેરાપીટ તૂટી પડતા એક વ્યક્તિને ઈજા પહોંચી હતી.

મોરબીના ગ્રીન ચોકથી લખધીરવાસ રોડ પર આવેલા એક દરજીની દુકાનના છતની પેરાપીટ તૂટી પડી હતી. ભોગીભાઈ દરજીની દુકાનની પેરાપીટ તૂટી પડી હતી. જેથી દરજીની દુકાનમાં કામ કરતા એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવને પગલે આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા.

મોરબી શહેર રાજાશાહી વખતનું ઐતિહાસિક નગર છે અને જુના મોરબીમાં દરબારગઢ, ગ્રીન ચોક વિસ્તારમાં હજુ પણ અનેક જૂની ઈમારતો આવેલી છે. જે જોખમી હાલતમાં જોવા મળે છે, પરંતુ નીમ્ભર પાલિકા તંત્ર ક્યારેય આવી ઈમારતો તોડી પાડવાની કામગીરી કરતી નથી. જેના પગલે અનેક વખત અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે વધુ કોઈ નુકશાની થાય તે પૂર્વે તંત્ર આવી જોખમી ઈમારતો તોડવાની કામગીરી શરુ કરે તેવી લોક માગ ઉઠી રહી છે.

Related Posts: