No results found

    નવસારી-વિજલપોર પાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી, મારૂતિનગર સહિતના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની સફાઈ હાથ ધરાઈ | Operations carried out by Navsari-Vijalpore Municipality, cleaning of underground drains in areas including Marutinagar | Times Of Ahmedabad

    નવસારીએક કલાક પહેલા

    • કૉપી લિંક

    નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા હાલમાં પ્રિમોન્સૂન કામગીરીની શરૂઆત થઈ છે. આગામી જૂન માસથી ચોમાસાની શરૂઆત થઈ રહી છે તે અગાઉ પાલિકા પ્રિમોન્સૂન કામગીરીની શરૂઆત કરી દીધી છે. વિજલપોર વિસ્તારમાં ગટરની સાફ-સફાઈ કરવામાં આવી છે. આ વિસ્તારમાં ઓછા વરસાદમાં પાણી ભરવાની સમસ્યા વર્ષો જૂની છે જે હાલ સુધી ઉકેલાય નથી.

    પાલિકા દર વર્ષે લાખ્ખોનો ખર્ચો કરી કામગીરી થાય છે પરંતુ તેના પરિણામો ચોમાસા દરમિયાન દેખાતા નથી. થોડા જ વરસાદમાં શહેરમાં પાણી પાણી થઈ જાય છે જે માટે કોઈ નક્કર આયોજન થાય તેવી માંગ વર્ષોથી ઉઠી રહી છે. હાલમાં વોર્ડ નંબર 10, 11 માં ગટરોની ચેમ્બર સાફ-સફાઈ થઈ રહી છે. સાથે જ મારુતિ નગર સહિતના વિસ્તારમાં પાણી ન ભરાય તે માટે યોગીનગર પાસે પાઇપ નાખવામાં આવી છે.

    પાલિકાના ડ્રેનેજ વિભાગના 10 સભ્યોની ટીમ છેલ્લા એક મહિનાથી આ વિસ્તારમાં પ્રિ મોન્સુન કામગીરીમાં મંડી પડ્યા છે ત્યારે ચોમાસાની સિઝનમાં આ સમગ્ર કામગીરી લેખે લાગે તો જ આ મહેનત સફળ કહેવાય

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال