السبت، 13 مايو 2023

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળતા પાટણ કોંગ્રેસે આતશબાજી કરી ખુશી મનાવી | Patan Congress celebrated with fireworks after Congress got a clear majority in the Karnataka assembly elections | Times Of Ahmedabad

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી મા કોંગ્રેસ પક્ષ ની સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનતા પાટણ જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલે આ જીત કર્ણાટક ની જનતા ની જીત સાથે કોંગ્રેસ જનનાયક ,ગરીબ મધ્યમ વર્ગના,યુવાનોના આદર્શ રાહુલ ગાંધીજી,સોનિયા ગાંધીજી,મલ્લિકાર્જુન ખડગેજી, ડિકે શિવાકુમારજી,સિદ્ધરમૈયાજી દ્વારા કર્ણાટક રાજ્ય માં 21 દિવસની ભારત જોડો યાત્રા થકી જનતા ના પ્રશ્નો જાણી જનતાના પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી શુદ્ધ રાજનીતિ ની જીત થઈ છે.

કોંગ્રેસ પક્ષે લોકોને આપેલા વચનો ની રાજનીતિ કરી છે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ અને દેશના વડાપ્રધાન લોકોની ચિંતા કર્યા વગર હિન્દુ મુસ્લિમ તેમજ ધર્મની રાજનીતિ કરી દેશની એકતા અને અખંડિતતા ને તોડવાનું કામ કર્યું હતું તે પ્રજા જાણી ગઈ હતી તેના ભાગરૂપે કર્ણાટકની જનતાએ ભાજપને ઝાકારો આપ્યો છે અને સ્પષ્ટ બહુમતી સાથે કણૉટક મા કોગ્રેસ ની સરકાર બની છે તેની ખુશી પાટણ જિલ્લા અને શહેર કોગ્રેસ દ્રારા ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવી વ્યકત કરી છે.

બગવાડા ખાતે આયોજિત આતશબાજી કાર્યક્રમ મા પાટણ વિધાનસભાના ધારાસભ્ય ડૉ.કિરીટભાઇ પટેલ ,જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોર,,ભાવેશભાઈ ગોઠી,પ્રહલાદભાઈ સોલંકી,મધુભાઈ પટેલ,હરેશભાઈ બારોટ,ભુરાભાઈ સૈયદ,દીપકભાઈ પટેલ, દાદુસિંહ સોલંકી,જૈમિન પટેલ,રાહુલ બારોટ, નિખિલ પટેલ, હસનખાન બલોચ,ઉસ્માનભાઈ, ધનાજી ઠાકોર સહિત કોંગ્રેસ પક્ષના આગેવાનો,કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.