પેટલાદ પોલીસને તસ્કરોનો ખુલ્લો પડકાર, એક જ રાતમાં પાંચ મકાનમાં ચોરી કરી , લગ્નગાળા દરમિયાન જ તસ્કરો સક્રિય બનતાં જનતામાં ફફડાટની લાગણી | Petlad police open challenge to traffickers, stole five houses in a single night, traffickers become active during the marriage period, feeling of panic among the public. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Petlad Police Open Challenge To Traffickers, Stole Five Houses In A Single Night, Traffickers Become Active During The Marriage Period, Feeling Of Panic Among The Public.

આણંદ41 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પેટલાદના રૂપિયાપુરામાં મોડી રાત્રે ત્રાટકેલા તસ્કરોએ પાંચ મકાનના તાળા તોડી સોના ચાંદીના દાગીના, રોકડ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ ચોરી જતાં ચકચાર મચી ગઈ છે. હાલ લગ્નગાળો ચાલી રહ્યો છે અને લોકોના ઘરમાં લાખોના દાગીના હોય છે, તેવા સમયે તસ્કરો સક્રિય બનતાં પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. આ ચોરીના પગલે હાલ પોલીસ પોતાનું નાક બચાવવા દોડધામ કરી રહી છે.

આણંદ જિલ્લામાં લગ્ન ગાળા દરમિયાન જ ચોરીના બનાવોમાં એકાએક તેજી જોવા મળી રહી છે. પેટલાદના રૂપિયાપુરાની ઘટનાથી ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોની ગતિવિધીઓ વધી હોવાનું જોવાઈ રહયું છે. વળી સામાન્ય પ્રજામાં પણ ભારે ડરનો માહોલ ઉભો કર્યો છે. રૂપિયાપુરામાં ઘરફોડ ચોરીની ઘટનાને લઈને સમગ્ર ગામમાં ચકચાર મચી છે. ચોરીના બનાવોને લઈને પોલીસ પેટ્રોલિંગ ઉપર સવાલો ઉઠ્યાં છે.

પેટલાદના રૂપિયાપુરા ગામે તસ્કરો ત્રાટ્યા હતા અને મકાનના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કરી તિજોરી અને કબાટો તોડ્યાં હતાં. બાદમાં તેમાંથી રોકડ અને દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તસ્કરોએ 6 લાખથી વધુ રકમની ચોરી કરી ફરાર થયાની પ્રાથમિક માહિતી જાણવા મળી રહી છે. એક સાથે પાંચ મકાનના તાળા તોડી તસ્કરોએ પોલીસ સામે જાણે પડકાર ફેંક્યો છે. પોલીસના રાત્રી પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થયા છે. આ સમગ્ર ચોરીની ઘટનાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે ચોરીની ઘટનામાં હજુ સુધી પોલીસ મથકે હજુ ગુનો નોંધાયો નથી પરંતુ આ સંદર્ભે તપાસની કાર્યવાહી ચાલુ હોવાની જાણકરી મળી રહી છે.

أحدث أقدم