વડોદરાના છાણી વિસ્તારમાં નિવૃત એડિશનલ સેન્ટ્રલ PF કમિશનરે 5 દિવસ માટે નવી કામવાળી રાખીને ચોરી થઈ, કામવાળી સામે ફરિયાદ નોંધાવી | Retired Additional Central PF Commissioner in Chhani area of Vadodara lodged a complaint against the theft by keeping a new worker for 5 days. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Retired Additional Central PF Commissioner In Chhani Area Of Vadodara Lodged A Complaint Against The Theft By Keeping A New Worker For 5 Days.

વડોદરા25 મિનિટ પહેલા

  • કૉપી લિંક
છાણી પોલીસ સ્ટેશનની ફાઇલ તસવીર. - Divya Bhaskar

છાણી પોલીસ સ્ટેશનની ફાઇલ તસવીર.

વડોદરાના એક પરિવારને ત્યાં કામવાળી 5 દિવસ માટે આવવાની ન હોવાથી 5 દિવસ માટે અન્ય એક કામવાળીની જરૂર હોય સોસાયટીમાં અન્ય ઘરે ઘરકામ કરતી મહિલાને ઘરકામ માટે રાખી અને નવી રાખેલી ઘરકામ કરતી મહિલા બે દિવસમાં જ ઘરકામ કરતા સમયે મકાનનાં ઉપરના માળે કચરા પોતુ કરીને બેડરૂમના ડ્રોઆરમાં મુકેલ લાખોની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી લેતા મકાન માલિકે ઘરકામ કરતી મહિલા વિરુદ્ધ છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

5 દિવસ માટે નવી કામવાળી રાખી
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં એટલાન્ટી વીલામાં પરિવાર સાથે રહેતા નિવૃત એડિશનલ સેન્ટ્રલ પી.એફ કમિશનર પરમેશ્વર શિવદયાલ સિન્હાના ઘરે પહેલેથી ઘર કામ કરતી મહિલાના ઘરે સામાજીક કામ આવતા તેને 5 દિવસની રજા લીધી હતી. જેથી માત્ર પાંચ દિવસ માટે ઘરકામ માટે એક અન્ય કામવાળીની જરૂર હોય જેથી સોસાયટીમાં અન્ય ઘરોમાં કામ કરતા કામવાળી બેન શારદાબેન રાવલને પરમેશ્વર સિન્હાએ ઘર કામ માટે રાખ્યા હતા

કામવાળી જલ્દી કામ કરીને નીકળી ગઈ
પરમેશ્વર સિન્હાએ છાણી પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, કામવાળી શારદાબેન રાવલ 16 મેના સવારે 11 થી 12 વાગ્યા દરમિયાન ઘરકામ કરવા આવી હતા અને બીજા દિવસે 17 મેના રોજ સવારે 10થી 10:40ના સમય દરમિયાન મકાનનાં ઉપરના માળે કચરા પોતુ કરી જલ્દીથી નિકળી ગઈ હતી. મારી પત્ની અનિતા વર્માની સોનાની ચેઇન, કાનની બે બુટ્ટી તથા હાથની ચાર સોનાની બંગડી મકાનના ઉપરના બેડ રૂમના ડ્રોઅરમાં મુકી દે છે અને સવારે જયારે બહાર જવાનુ થાય ત્યારે આ દાગીના પહેરે છે.

સોનાના દાગીનાની ચોરી
ગત 16 મેના રોજ રાત્રીના સમયે બેડરૂમના ડ્રોઅરમાં મારા પત્નીએ દાગીના મુકેલ હતા અને બીજા દીવસે 17મેના સાંજના આશરે પાંચેક વાગે બહાર જવાનુ હોય મારી પત્નીએ તેના દાગીના પહેરવા માટે ડ્રોઅરમાં જોતા ડ્રોઅરમાંથી ત્રણ તોલાની સોનાની બે બંગડીઓ, હીરા જડીત સોનાની બુટ્ટી, બે તોલાની ગળામાં પહેરવાની સોનાની ચેન ડ્રોવરમાંથી મળી આવી નહોતી. ઘરમાં તપાસ કરવા છતાં પણ આ સોનાના દાગી ના મળી આવ્યો નહોતા, જેથી સોનાના દાગીનાની ચોરી થયેલી જણાઇ આવતા આ ચોરી અમારા ઘરે કામ કરવા આવેલા શારદાબેન રાવલ પર અમને શંકા છે

કામવાળી સામે ફરિયાદ નોંધાવી
જે અંગે પરમેશ્વર સિન્હાએ છાણી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા છાણી પોલીસે ફરીયાદીના મકાનના બેડરૂમના ડ્રોઅરમાં મુકેલ તેમના પત્નીના સોનાના દાગીના જેની કિંમત રૂપીયા 4 લાખ 50 હજાર થાય છે, જેની ચોરી અંગે તેમના ઘરે બે દિવસ કામ કરવા આવેલ શારદાબેન રાવલના વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

أحدث أقدم