સુરત38 મિનિટ પહેલા
- કૉપી લિંક
- બે કેમ્પમાં જ 1000 યુનિટથી વધુ રક્ત એકત્ર
સોમવારે વિશ્વ થેલેસેમિયા દિવસ છે. સુરત પોલીસે એક અભિયાન શરૂ કર્યું છે જેમાં શહેરભરમાં થેલેસેમિયાના દર્દીઓ એનિમિયાનો ભોગ ન બને તે માટે દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
થેલેસેમિયા સંદર્ભે અત્યાર સુધીમાં બે પોલીસ સ્ટેશનમાં 1000 યુનિટથી વધુ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે, શહેરમાં એવા લોકો પણ છે જેમણે 100થી વધુ વખત રક્તદાન કર્યું છે. 40 લોકો એવા છે જેમણે 100થી વધુ વખત રક્તદાન કર્યું છે. જેમાંથી ચાર લોકો એવા છે જેમણે 200 કે તેથી વધુ વખત રક્તદાન કર્યું છે.
લોકોને લોહીની અછત ન પડે તે માટે પોલીસનું અભિયાન
30 માર્ચ : ડુમસ પોલીસ દ્વારા ડુમસના સ્થાનિક લોકો માટે સ્મીમેર હોસ્પિટલની મેડિકલ ટીમને સામેલ કરીને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડુમસ પોલીસ કમ્પાઉન્ડમાં જ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં સવારથી જ પોલીસકર્મીઓ અને હોમગાર્ડના જવાનોએ રક્તદાન કર્યું હતું.
18 એપ્રિલ: હર્ષ સંઘવી દ્વારા પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે રક્તદાન કેમ્પનો પ્રારંભ કરાયો હતો. આ કેમ્પમાં 1011 બોટલ રક્તદાન કરાયું હતું. સીપી અજય તોમરે રક્તદાન કર્યું હતું.
થેલેસેમિયાના દર્દીઓ માટે દર મહિને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી કેમ્પનું આયોજન મે મહિનાના આગામી સપ્તાહમાં ખટોદરા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવશે, જ્યારે જૂન મહિનામાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવશે.