અમદાવાદમાં કોરોના ટેસ્ટના બહાને પોલીસે જુગારીઓની અટકાયત ના કરી, જુગાર રમાડનારને ધરપકડ | Police did not detain gamblers on the pretext of corona test in Ahmedabad, the gambler was arrested | Times Of Ahmedabad

અમદાવાદ4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

હાલમાં ચાલી રહેલી આઈપીએલની મેચોને લઈને ઓનલાઈન જુગાર વધુ ચાલી રહ્યો છે. મોબાઈલમાં એપ્લિકેશન મારફતે રમાતા આ જુગારમાં પણ અનેક સટોડિયાઓ પોલીસના હાથે પકડાઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં એક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતાં હોવાની પોલીસને બાતમી મળી હતી. આ બાતમીને આધારે પોલીસે રેડ પાડતાં મકાનના એક રૂમમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યાં હતાં. પોલીસે જુગાર રમી રહેલા લોકોની કોરોના ટેસ્ટના બહાને અટકાયત કરી નહોતી પરંતુ જુગાર રમાડનારની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓને બાતમી મળી હતી કે, અમિત ઠાકોર નામનો શખ્સ અમૃત વિલા ફ્લેટ પટેલ વાસ જોધપુર ગામમાં તેના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવીને જુગાર રમવાની સગવડ કરી આપીને પોતાનો આર્થિક ફાયદો કરી રહ્યો છે. તે પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવીને જુગાર રમાડી રહ્યો છે.

આ બાતમીને આધારે પોલીસે રેડ કરીને મકાનમાં જુગાર રમી રહેલા 11 લોકોને રંગેહાથ ઝડપ્યા હતાં. પોલીસે ત્યાંથી 95 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બીજી તરફ પોલીસે જુગાર રમી રહેલા શખ્સોને કોરોના ટેસ્ટ કરાવવાનો હોવાથી તેમની અટકાયત કરી નહોતી. પરંતુ અમિત ઠાકોર તેના મકાનમાં જુગાર રમાડી રહ્યો હતો. તેની ધરપકડ કરીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

أحدث أقدم