الاثنين، 8 مايو 2023

પાટણની મેઈન બજારમાં પોલીસનું ફૂટ પેટ્રોલીંગ, આડેધડ પાર્ક થયેલા વાહનના ચાલકો સામે કાર્યવાહી | Police foot patrol in Patan's main market, action against drivers of haphazardly parked vehicles | Times Of Ahmedabad

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક

પાટણ શહેરના મેન બજાર સહિત ટ્રાફિક વાળા વિસ્તારમાં પોલીસ અને ટ્રાફિક પોલીસ અને હોમગાર્ડ જવાનો દ્વારા ફૂટ પેટ્રોલીગ કરવામાં આવ્યું હતું અને અડચણ રૂપ પડેલ વાહનો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

હાલમાં લગ્નસરા ની સિઝન ચાલી રહી છે જેને લઈ આજુબાજુના ગામ ગામના લોકો ખરીદી માટે આવતા હોય છે. જેને લઈ ટ્રાફિકજામ સર્જતાં હોય છે. ત્યારે પાટણ પોલીસ દ્વારા શહેરના મેઈન બજાર સહિત ગીચ ટ્રાફિક વાળા વિસ્તારમાં બગવાડાથી રેલ્વેસ્ટેશન તેમજ રેલ્વેસ્ટેશનથી હિંગળાચાચર સુધી ટ્રાફિક નિયમન સારું ટ્રાફિકના માણસો તેમજ ટી આર બી જવાનો સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.જેમાં અડચણરૂપ મુકેલ વાહનો સામે M v act 122,177 મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી અને M.V.act 207 મુજબ ડીટેનકરવામાં આવ્યા હતા તેમજ રાહદારીઓ ને અને લારી ગલ્લા વાળાઓ ને કાયદા અનુસાર ટ્રાફિક ના નિયમો નો ભંગ ના કરવા સૂચનાઓ આપવામાં આવી.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.