No results found

    સાંથલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે દબોચી લીધો | The police nabbed the accused who was absconding in the Santhal police station for the crime of prohibition | Times Of Ahmedabad

    મહેસાણા3 કલાક પહેલા

    • કૉપી લિંક

    સાંથલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસતા ફરતાં આરોપીને મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે મીઠા ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો. જે બાદ સાંથલ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

    મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ વચગાળાના જામીન પર છુટેલા અને હાજર ન થયેલ તેમજ પોલીસને ચકમો આપી નાસતાં ફરતાં આરોપીઓને મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવી રહ્યા છે. જેમાં મહેસાણા એલસીબી પીઆઇ જે.પી.રાવના નેતૃત્વમમાં મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના પીએસઆઇ એ.એન.દેસાઇ, રશ્મેન્દ્રસિંહ, મુકેશકુમાર, સહિતનની ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન રશ્મેન્દ્રસિંહ તથા મુકેશકુમારને બાતમી મળી હતી કે, સાંથલ પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી પટેલ પ્રકાશ ઉર્ફે નાની મણીલાલ રહે. મીઠા ડેલોવાસ તા.જિ.મહેસાણાવાળો હાલમાં મીઠા ચોકડી પાસે ઉભો છે જેના આધારે મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી પટેલ પ્રકાશને ઝડપી સાંથલ પોલીસને સોંપ્યો હતો.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال