સરગાસણમાં ફ્લેટના બેઝમેન્ટમાં પાર્ક કરેલી કારમાંથી દેશી બનાવટના હથિયારો પોલીસે જપ્ત કર્યા | Police seized country-made weapons from a car parked in the basement of a flat in Sargasan | Times Of Ahmedabad

ગાંધીનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગાંધીનગરના સરગાસણ ખાતે આવેલા એક ફ્લેટના બેઝમેન્ટ પાર્કિંગમાં કારને બિનવારસી મૂકીને ડ્રાઈવર નાસી છૂટ્યો હતો. કારમાં પાછળની સીટ પર બારબોર રાઈફળના કાર્ટિજ દેખાતા રહીશોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતાં કારની ડેકીમાંથી દેશી બનાવટની પિસ્ટલ, તમંચા, પિસ્ટલના ખાલી મેગેઝિન, બાર બોર રાઈફલ-રિવોલ્વર, કાર્ટિજ વગેરે મુદ્દામાલ સંદિગ્ધ વસ્તુઓ મળી આવી છે.

કારની ડેકીમાંથી હથિયાર મળી આવ્યા
સરગાસણના સ્વાગત એફોર્ડ સોસાયટીમાં પરેશભાઈ જશવંતલાલ સોની ચેરમેન તરીકે સેવા આપે છે. તેઓ 7 મેના રોજ રાત્રે આઠેક વાગ્યે સોસાયટીના બેઝમેન્ટના રસ્તે ઊભા હતા ત્યારે સોસાયટીના સ્ટિકર વગરની એક કાર રોંગ સાઈડે બેઝમેન્ટમાં પહોંચી હતી. પરેશભાઈએ ધ્યાન દોરતાં સિક્યુરિટી સ્ટાફે બેઝમેન્ટમાં તપાસ કરી હતી. જીજે 1 આરજે 5702 નંબરની હ્યુન્ડાઈ વર્ના કારનો ડ્રાઈવર સાઈડનો પાછળનો કાચ તૂટેલો હતો. સોસાયટીના સભ્યોને શંકા જતાં ભેગા થઈ કાર જોવા પાર્કિંગમાં પહોંચ્યા હતા. તૂટેલા કાચમાંથી કારની પાછળની સીટમાં બાર બોર રાઈફલના કાર્ટિજ જોવા મળ્યા હતા. ગભરાયેલા રહીશોના કહેવાથી પરેશભાઈએ ગાંધીનગર પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી.

પોલીસે કારની તપાસ કરી
ઈન્ફોસિટી પોલીસનો સ્ટાફ તરત ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કારની તપાસ કરી હતી. તપાસ દરમિયાન કારની પાછળની સીટમાંથી બાર બોર રાઈફલના પ્લાસ્ટિક 65 એમએમ કાર્ટિજ 25 નંગ મળી આવ્યા હતા. કારની પાછળની ડેકીમાંથી દેશી બનાવટની પિસ્ટલ, દેશી બનાવટના તમંચા, પિસ્ટલના ખાલી મેગેઝિન, બાર બોર રાઈફલ-રિવોલ્વર-પિસ્ટલના કાર્ટિજ વગેરે મળી આવ્યા હતા.

કારને બિનવારસી છોડીને ભાગી ગયેલા ડ્રાઈવરને શોધવા તજવીજ હાથ ધરી
પોલીસે પંચોની હાજરીમાં કારની સઘન તપાસ કરતાં આંખો ફાટી જાય તેવો હથિયારોનો જથ્થો નજરે પડ્યા હતા. ક્રેનની મદદથી હથિયારો ભરેલી કારને ટો કરી પોલીસ મથકે લઈ જવાઈ હતી. આ સાથે પોલીસે સીસીટીવીની મદદથી કારને બિનવારસી છોડીને ભાગી ગયેલા ડ્રાઈવરને શોધવા તજવીજ હાથ ધરી છે. પોલીસે કબજે કરેલી કાર્ટિજમાંથી ઘણી બધી બ્લેન્ક હોવાના કારણે ગુનાહીત પ્રવૃત્તિમાં આ હથિયારોનો ઉપયોગ થયો હોવાની પણ આશંકા છે.

હથિયારો અને કારતૂસનો આ જથ્થો મળ્યો
નોંધનીય છે કે હથિયારોનો જંગી જથ્થો ગાંધીનગર કેવી રીતે પહોંચ્યો તેની તપાસમાં પોલીસ હાલમાં લાગેલ છે. ઉક્ત સ્થળે પોલીસે કારની તપાસ કરતાં હથિયારો અને કારતૂસનો જંગી જથ્થો મળી આવ્યો હતો. બાર બોર રાઈફલના બ્લેન્ક પ્લાસ્ટિક 70 એમએમ કાર્ટિજ 57 નંગ, બાર બોર રાઈફલના બ્લેન્ક પ્લાસ્ટિક 70 એમએમ કાર્ટિજ 50 નંગ, રિવોલ્વર પોઈન્ટ 38 એમએમ કાર્ટિજ 18 નંગ, રિવોલ્વરના પોઈન્ટ 8 એમએમ કાર્ટિજ 7 નંગ, રિવોલ્વરના પોઈન્ટ 8 એમએમ કાર્ટિજ નંગ 7, રિવોલ્વરના પોઈન્ટ 7.65 એમએમ કાર્ટિજ નંગ 75, રિવોલ્વર પોઈન્ટ 32 એમએમ બ્લેન્ક કાર્ટિજ બે નંગ, પિસ્ટલના 9એમએમના બ્લેન્ક કાર્ટિજ 27, દેશી બનાવટની કાળા કલરની મેગેઝિન સાથેની પ્સ્ટલ, દેશી બનાવટની લાકડાવાળી પિસ્ટલ, દેશી બનાવટના બે તમંચા, પિસ્ટલના 3 ખાલી મેગેઝિન, 4 પેન ડ્રાઈવ, મેમરી કાર્ડ અને કાર્ડ રીડર અને કાર સહિત કુલ રૂ.5 લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે તપાસ હાથ ધરી છે. હથિયારો અને કારતૂસનો આ જથ્થો ગાંધીનગર શા માટે પહોંચ્યો તે પ્રશ્ન પોલીસને હાલમાં સતાવી રહ્યો છે.

أحدث أقدم