الثلاثاء، 9 مايو 2023

પોરબંદર છાંયા નગરપાલિકાના કાઉન્સીલરે પત્ર લખી હાજીઓના હવાઈ ભાડામાં તફાવતને લઈને રજૂઆત કરી | Porbandar Chanya Municipal Councilor wrote a letter and submitted regarding the difference in air fares for pilgrims. | Times Of Ahmedabad

પોરબંદર4 કલાક પહેલા

  • કૉપી લિંક

પોરબંદર છાંયા નગરપાલિકાના કાઉન્સીલર ફારૂક સૂર્યાએ હજ કમિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન અને લઘુમતી મંત્રાલયના કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની પત્ર લખીને રજૂઆત કરી છે.રજૂઆત કરતા જણાવ્યું છે કે,ગુજરાતમાંથી લગભગ 9000 જેટલા હજ યાત્રીઓએ ભારત સરકારની હજ કમિટી મારફત 2023માં હજ માટે જવાના છે અને ગુજરાતના લગભગ તમામ હજ યાત્રીઓએ પરિપત્ર મુજબ હજ 2023 માટે અમદાવાદથી હજ માટે જવાની ફ્લાઈટ પસંદ કરી છે.હજ 2023 માર્ગદર્શિકા પૃષ્ઠ નંબર 25 મુજબ અમદાવાદ માટે હવાઈ ભાડું રૂ.75845.જ્યારે મુંબઈનું હવાઈ ભાડું રૂ.73847છે.તા.06-05-2023ના પરિપત્ર નં.13 પર હજ 2023 માટે અમદાવાદ માટે હવાઈ ભાડા સાથે કુલ રકમ રૂ.372824નો ઉલ્લેખ કર્યો છે.જ્યારે મુંબઈ માટે હવાઈ ભાડાની કુલ રકમ રૂ.304849 છે.2022ના એરફેરની તુલનામાં તે ઘણો વધુ તફાવત જોવા મળી રહ્યો છે.

ગત વર્ષે 2022માં આ તફાવત માત્ર રૂ.1998 હતો.જ્યારે 2023માં રૂ.67981 જેવો વધારો માત્ર હવાઈ ભાડામાં જોવા મળે છે.આ વર્ષે એરલાઇન્સનો દર મુંબઈની સરખામણીએ અમદાવાદથી ઘણો ઊંચો છે.જે ગુજરાતના હાજી સહન કરી શકે તેમ નથી.તેથી ગુજરાતના હજ યાત્રીઓ એ 67981 જેવી મોટી રકમ વધુ આપવી પડે તેમ હોઈ આ હવાઈ ભાડામાં આટલો મોટો તફાવત શા માટે છે તે સમજાઈ શકાય તેમ નથી.

જેથી વિનંતી કરાઈ છે કે ગુજરાતના હજ યાત્રીઓ પર હવાઈ ભાડાના નામે આટલી મોટી રકમ લઈ લેવી તે વ્યાજબી નથી.અને ગુજરાતના 9000 હજાર જેટલા હાજીઓની આ રકમ ૬૧ કરોડ જેવી મોટી રકમના તફાવતની સચોટ તાપસ કરવામાં આવે અને ગુજરાતના હજ યાત્રીઓને મુંબઈથી ગત વર્ષ જેટલો જ તફાવત રાખી યાત્રાનું આયોજન થાય. અન્યથા ગુજરાતના હજ યાત્રીઓનું અમદાવાદ એમ્બર્કેશન પોઇન્ટને રદ કરવા અને હજ 2023ની માર્ગદર્શિકા મુજબ મુંબઈ એમ્બર્કેશન પોઇન્ટ ફાળવી 67981 જેવી રકમ ભરવામાંથી મુક્તિ આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવા વિનંતી કરાઈ છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.