પોરબંદર-સિકંદરાબાદ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન સુપરફાસ્ટ બનશે; જાણો કઈ તારીખે આ નિર્ણય લાગું થશે! | Porbandar-Secunderabad weekly express train to become superfast; Know on which date this decision will apply! | Times Of Ahmedabad

પોરબંદર27 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પશ્ચિમ રેલવેએ ભાવનગર રેલવે ડિવિઝનમાંથી ચાલતી ટ્રેન નંબર 19202/19201 પોરબંદર-સિકંદરાબાદ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર કરીને ટ્રેનની સ્પીડમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ભાવનગર રેલવે મંડળના સીનીયર ડીસીએમના જણાવ્યા મુજબ, ટ્રેન નંબર 19201 સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ 19/07/2023થી સુપરફાસ્ટ બનશે અને ટ્રેન નંબર 19202 પોરબંદર-સિકંદરાબાદ એક્સપ્રેસ 25/07/2023થી સુપરફાસ્ટ બનશે.

આમ આ ટ્રેન પોરબંદરથી દર મંગળવારે 00:55 કલાકને બદલે 01:00 કલાકે ઉપડશે અને બુધવારે 8:00 કલાકને બદલે 7:40 કલાકે સિકંદરાબાદ પહોંચશે. વળતી દિશામાં, આ ટ્રેન સિકંદરાબાદથી દર બુધવારે 15:00 કલાકને બદલે 15:10 કલાકે ઉપડશે અને ગુરુવારે 22:05 કલાકને બદલે 21:50 કલાકે પોરબંદર પહોંચશે.

જ્યારે ટ્રેન સુપરફાસ્ટ બનશે ત્યારે તેનો ટ્રેન નંબર પણ બદલવામાં આવશે. ટ્રેન નંબર 19202 પોરબંદર-સિકંદરાબાદને 12/09/2023થી 20968 અને ટ્રેન નંબર 19201 સિકંદરાબાદ-પોરબંદરને 13/09/2023થી 20967 ફરીથી નંબર આપવામાં આવશે. નોંધનીય છે કે, ટ્રેનના પ્રકૃતિમાં ફેરફાર થયા પછી, મુસાફરો પાસેથી ભાડાનો તફાવત વસૂલવામાં આવશે.

أحدث أقدم