સુરતમાં પ્રદિપસિંહ વાઘેલાએ કહ્યું: અમિત ચાવડા પાસે પુરાવા હોય તો મીડિયાને આપે, કોંગ્રેસ માત્ર આક્ષેપ જ કરી શકે' | Pradipsinh Vaghela said in Surat, BJP's counterattack on the Panjrapol issue: Amit Chavda should try to collect evidence and take legal action instead of talking to the media. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Pradipsinh Vaghela Said In Surat, BJP’s Counterattack On The Panjrapol Issue: Amit Chavda Should Try To Collect Evidence And Take Legal Action Instead Of Talking To The Media.

2 મિનિટ પહેલા

  • કૉપી લિંક
કોંગ્રેસના આક્ષેપોને લઈને ભાજપે શાબ્દિક પ્રહાર કર્યા - Divya Bhaskar

કોંગ્રેસના આક્ષેપોને લઈને ભાજપે શાબ્દિક પ્રહાર કર્યા

કોંગ્રેસ દ્વારા ભાજપ ઉપર ગાય, બાવાઓ અને હિન્દુત્વના નામે રાજકીય રોટલા શેકતા હોવાના આક્ષેપો કરવામાં આવતા રહ્યા છે. અમિત ચાવડાએ તાજેતરમાં જ નિવેદન આપ્યું હતું કે ગાયના નામે ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર બેઠી છે પરંતુ એ જ ગાય માટે ફાળવવામાં આવેલી પાંજરાપોળની જમીન પાછળ મોટું કૌભાંડ આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

માત્ર ખોટા અક્ષેપો કરવા નહીં

અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે કે પાંજરાપોળની જે જમીન હતી તે તમામ નિયમનો ભંગ કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની વાત કરી હતી. પાંજરાપોળની જમીનમાં કૌભાંડ કરે છે અને ગાયને પૂજનીય હોવાની ખોટી વાતો કરે છે. આ બાબતે ભાજપે સ્પષ્ટ પણે કહ્યું છે કે અમિત ચાવડા પાસે જો કૌભાંડ કર્યા અંગેના કોઈ પુરાવા હોય તો ખોટા આક્ષેપો કર્યા વગર પુરાવા મીડિયામાં રજૂ કરવા પહેલા એકત્રિત કરીને કાયદેસરની કાર્યવાહી કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી

ગુજરાતના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું કે કોંગ્રેસ માત્રા ક્ષેપકો કરતી રહે છે. જ્યારે કોંગ્રેસ સત્તા પર હતી ત્યારે તેમના નેતાઓ ભ્રષ્ટાચારમાં લિપ્ત થયા હોવાનું બહાર આવ્યું છે. તેમને જેલમાં પણ જવું પડ્યું છે. અમે ચાવડાએ જ્યાં જ્યાં કોંગ્રેસની સરકારનું શાસન છે ત્યાં જઈને પ્રવાસ કરવો જોઈએ અને ત્યાં કયા પ્રકારનું તંત્ર ચાલે છે.તેનો પણ હિસાબ લગાવવો જોઈએ. ગાય માતા માત્ર ભાજપની નહીં પરંતુ ભારતમાં રહેતા તમામ હિન્દુઓ માટે પૂજનીય છે.

أحدث أقدم