મુકબધીર હોવાનું નાટક કરી રાજકોટના અલગ-અલગ વિસ્તારોમાં ચોરીને અંજામ આપ્યો, પોલીસે દૂભાષીયાની મદદથી ગુનાનો ભેદ ઉકેલ્યો | Pretending to be Muqabdhir and carrying out thefts in different areas of Rajkot, the police solved the crime with the help of an interpreter. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Pretending To Be Muqabdhir And Carrying Out Thefts In Different Areas Of Rajkot, The Police Solved The Crime With The Help Of An Interpreter.

રાજકોટ30 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટનાં અલગ-અલગ વિસ્તારોમાં 10 દિવસની અંદર પાંચ મકાનોમાં મુકબધીર બનીને ચોરીને અંજામ આપનાર ચોરની LCB ઝોન-2 દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ચોર પકડાયા બાદ પહેલાં તો તેણે મુકબધીર મતલબ કે બોલી-સાંભળી ન શકતો હોવાનું નાટક કરતાં પોલીસ પણ મુંઝાઈ હતી. આ પછી પોલીસે તેની આગવી ઢબે સરભરા કરતાં તે બોલવા લાગ્યો હતો. જો કે, ચોર માત્ર તમિલ ભાષા જ બોલતો હોવાને કારણે પોલીસ મુંઝાઈ હતી અને આ પછી પોલીસે ગૂગલ ટ્રાન્સલેટર અને દૂભાષીયાની મદદ લઈને સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

મુકબધીર હોવાનો સ્વાંગ રચી ચોરીઓ કરી
રાજકોટ LCB ઝોન-2ની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન એક શખ્સની અટકાયત કરવામાં આવી હતી. આ શખ્સ પોતે મુકબધીર હોવાનો સ્વાંગ રચી સહાય મેળવવા માટે શંકાસ્પદ હિલચાલ કરતો હોવાની પોલીસને શંકા જતાં તેની સઘન પૂછપરછ શરૂ કરાઈ હતી. પોલીસે તસ્કરની અલગ-અલગ ઢબે પૂછપરછ કરતાં આખરે તે ભાંગી પડ્યો હતો અને કબૂલાત આપી હતી કે, તેનું નામ સરવનન ગોવિંદન (ઉ.વ.24) છે પોતે મૂળ તમિલનાડુનો રહેવાસી છે અને હાલ રાજકોટમાં રહે છે.

‘મજૂરીકામ કર્યે કશું જ નહીં વળે એટલા માટે આપણે ચોરી કરીએ’
સરવનને કહ્યું હતું કે, થોડા સમય પહેલાં તે તમિલનાડુમાં મજૂરીકામ કરી રહ્યો હતો ત્યારે તેનો સંપર્ક શક્તિ કે જે હાલ ખોડિયારનગર શેરી નં-39માં રહે છે તેની સાથે થયો હતો. આ વેળાએ શક્તિએ તેને કહ્યું હતું કે, ‘મજૂરીકામ કર્યે કશું જ નહીં વળે એટલા માટે આપણે ચોરી કરીએ ! આ પછી શક્તિએ સરવનને એમ કહ્યું કે, તું મુકબધીર હોવાનું નાટક કરી રાજકોટના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા ઘરમાં ઘૂસી જજે અને ઘરમાં ઘૂસ્યા બાદ જો કોઈ અંદર જોવા ન મળે તો ચોરી કરીને બહાર નીકળી જજે અને જો મકાન માલિક જાગી જાય તો પછી તેને મુકબધીરનું સર્ટિફિકેટ બતાવીને સહાય માંગવા આવ્યો છો તેમ કહી દેજે..’

3100 રુપિયાની રોકડ સહિત મુદ્દામાલ કબ્જે કર્યો
આ પછી સરવનને અંગ્રેજીમાં જ પોતે મુકબધીર છે અને સહાય મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યો છે તેવું સર્ટિફિકેટ તૈયાર કરી લીધું હતું અને દસ દિવસની અંદર અલગ-અલગ પાંચ ઘરમાં ઘૂસીને ચોરી કરી હતી. પોલીસે સરવનની ધરપકડ કરી તેના કબજામાંથી અલગ-અલગ કંપનીના 14 સીમકાર્ડ ઉપરાંત આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ તેમજ 3100 રૂપિયાની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ આ ગુનામાં સામેલ શક્તિ ફરાર હોય તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આરોપીઓએ આપેલ ગુનાની કબૂલાત

  1. આઠ દિવસ પહેલાં યોગીનગર શેરી નં.2, મધુરમ ડેરીની બાજુમાં આવેલ મકાનમાં ચોરી કરી હતી
  2. પાંચ દિવસ પહેલાં ગાંધીગ્રામમાં ગાંધીનગર સોસાયટી શેરી નં.4માં દેવર્ષિ નામનું મકાનમાં ચોરી કરી હતી
  3. ચાર દિવસ પહેલાં રામકૃષ્ણનગર, મ્યુનિસિપલ કમિશનર બંગલાની બાજુમાં અલ્કાપીઝ નામનું મકાનમાં ચોરી
  4. કરી હતી
  5. ચાર દિવસ પહેલાં યુનિવર્સિટી રોડ પર જલારામ પ્લોટ-2માં શિવ સંગમ સોસાયટી શેરી નં.1માં આવેલું મકાનમાં
  6. ચોરી કરી હતી
  7. બે દિવસ પહેલાં રૈયા રોડ પર નાગરિક બેન્ક પાસે રાધિકા પાર્કમાં આવેલું મકાનમાં ચોરી કરી હતી.

أحدث أقدم